197
Join Our WhatsApp Community
પંજાબ નેશનલ બેંક કૌભાંડનો આરોપી અને હીરાના કારોબારી મેહુલ ચોક્સીને મોટો ઝટકો લાગ્યો છે.
ડોમિનિકાની એક મેજિસ્ટ્રેટ અદાલતે ચોક્સીના દેશમાં ગેરકાયદેસર પ્રવેશના મામલે તેની જામીન અરજી ફગાવી દીધી છે, જેના પર ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું કે, તેઓ હાઈકોર્ટ જશે.
મેહુલની અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચોક્સીનું પાડોશી દેશ એન્ટિગા અને બર્મુડાથી અપહરણ કરી લેવામાં આવ્યું હતુ અને બળજબરીપૂર્વક ડોમિનિકા લાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે મંગળવારના જસ્ટિસ બર્ની સ્ટીફન્સે અરજીની સુનાવણીના લગભગ 3 કલાક બાદ એક મેજિસ્ટ્રેટની સામે હાજર કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ કેસની સુનાવણી 3 જૂન માટે ટાળી દેવામાં આવી હતી.
You Might Be Interested In