News Continuous Bureau | Mumbai
માઈક્રોસોફ્ટ (Microsoft)ના કો-ફાઉન્ડર અને વિશ્વના સૌથી અમીર લોકોમાંના એક બિલ ગેટ્સ (Bill Gates) કોરોના(Covid19)થી સંક્રમિત થયા છે.
આ વાતની જાણકારી તેમણે પોતે એક ટ્વિટ દ્વારા આપી છે.
તેમણે ટ્વિટમાં લખ્યું છે કે મારો કોવિડ-19નો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ (corona report)આવ્યો છે. હું હાલમાં હળવા લક્ષણો અનુભવી રહ્યો છું.
સાથે તેમણે કહ્યું કે જ્યાં સુધી હું સંપૂર્ણ સ્વસ્થ નહીં થઈ જાઉં ત્યાં સુધી હું આઈસોલેશન(Isolation)માં રહીશ. હું ડોકટરોની સલાહને અનુસરી રહ્યો છું.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીની શરૂઆતથી જ બિલ ગેટ્સ ગરીબ દેશોમાં લોકો સુધી કોરોના રસી પહોંચાડવા માટે સતત કામ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : શ્રીલંકામાં PMના રાજીનામા બાદ પણ હિંસા ચાલુ, સાંસદ સહિત આટલા લોકોના મોત; મંત્રીનું ઘર સળગ્યું
