Middle East Crisis: મધ્ય પૂર્વમાં ચીનનો માસ્ટરપ્લાન: શી જિનપિંગે રજૂ કર્યો 4 મુદ્દાનો ‘શાંતિ પ્રસ્તાવ’, અમેરિકાના વર્ચસ્વને આપી ખુલ્લી ચેતવણી!

Middle East Crisis: ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચેની 21 કલાકની મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ ચીન મેદાને; હોર્મુઝ સ્ટ્રેટમાં દખલગીરી સામે યુએસને ધમકાવ્યું.

by Akash Rajbhar
Middle East Crisis China proposes 4-point peace formula Warns US over Hormuz blockade amid failed Islamabad talks

News Continuous Bureau | Mumbai 

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે હવે ચીન પોતાની રાજદ્વારી પકડ મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનની મધ્યસ્થીમાં થયેલી 21 કલાકની શાંતિ વાર્તા કોઈ ઉકેલ વગર સમાપ્ત થયા બાદ હવે રાષ્ટ્રપતિ શી જિનપિંગે 4 મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે ચીને હોર્મુઝ જળડમરુમધ્યમાં અમેરિકાની નાકાબંધી ને લઈને કડક ચેતવણી આપી હતી.

શી જિનપિંગનો 4 મુદ્દાનો શાંતિ ફોર્મ્યુલા

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ ઝાયેદ અલ નાહયાન સાથેની બેઠક દરમિયાન શી જિનપિંગે આ પ્રસ્તાવ રાખ્યો હતો. જિનપિંગે ભારપૂર્વક જણાવ્યું કે મધ્ય પૂર્વ માટે એક સહયોગી અને ટકાઉ સુરક્ષા વ્યવસ્થા હોવી જોઈએ. તેમના 4 મુખ્ય મુદ્દાઓ આ મુજબ છે:
તમામ દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન.
નાગરિકો અને પાયાની માળખાગત સુવિધાઓની સુરક્ષા.
આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન જેથી દુનિયા ‘જંગલ’ બનતા બચે.
પ્રાદેશિક વિકાસ માટે સુરક્ષા અને આર્થિક વિકાસ વચ્ચે સામંજસ્ય.

આ સમાચાર પણ વાંચો :  Tragic Accident in Punjab: પંજાબમાં કાળમુખો અકસ્માત: ફતેહગઢ સાહિબમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી, 6 ના મોતથી ચીસયારીઓ ગુંજી!

હોર્મુઝમાં અમેરિકી દખલગીરી સામે ચીનનો આક્રોશ

ચીનના સંરક્ષણ મંત્રી ડોંગ જુને સ્પષ્ટ શબ્દોમાં અમેરિકાને ધમકાવતા કહ્યું છે કે, “અમારા જહાજો હોર્મુઝના પાણીમાં અવરજવર કરી રહ્યા છે. ઈરાન સાથેના અમારા ઉર્જા કરારોનું અમે સન્માન કરીશું અને આશા રાખીએ છીએ કે અન્ય કોઈ અમારા આંતરિક મામલામાં દખલ નહીં કરે.” ઉલ્લેખનીય છે કે ચીન, ઈરાન પાસેથી સૌથી વધુ તેલ ખરીદતો દેશ છે અને અમેરિકાની નાકેબંધીથી ચીનના હિતો જોખમાઈ રહ્યા છે.

રશિયાની એન્ટ્રી અને ચીન-રશિયાનું નવું ગઠબંધન

પાકિસ્તાનમાં વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ રશિયાએ પણ શાંતિ પ્રક્રિયામાં રસ દાખવ્યો છે. રાષ્ટ્રપતિ પુતિને ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી રાજદ્વારી ઉકેલ માટે મદદની ઓફર કરી છે. આ દરમિયાન રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ ચીનની મુલાકાતે છે, જ્યાં તેઓ પુતિન અને જિનપિંગ વચ્ચેની આગામી બેઠકની તૈયારીઓ કરી રહ્યા છે. મધ્ય પૂર્વના આ સંકટમાં હવે ચીન અને રશિયાની વધતી સક્રિયતા અમેરિકા માટે નવો પડકાર બની શકે છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More