Middle East Crisis। મિડલ ઈસ્ટમાં ફરી મહાયુદ્ધના ભણકારા! ઈરાનનો UAE પર મિસાઈલ અને ડ્રોનથી ભયાનક હુમલો, ૩૦ દિવસની શાંતિનો આવ્યો અંત

Middle East Crisis। UAE ના એર ડિફેન્સ સિસ્ટમે મિસાઈલોને હવામાં જ તોડી પાડી; નુકસાનનો અંદાજ મેળવવા અને પુરાવા એકઠા કરવા એટર્ની જનરલની આગેવાનીમાં સ્પેશિયલ કમિટીની રચના.

by Janvi Soni
Middle East Crisis। મિડલ ઈસ્ટમાં ફરી મહાયુદ્ધના ભણકારા! ઈરાનનો UAE પર મિસાઈલ અને ડ્રોનથી ભયાનક હુમલો, ૩૦ દિવસની શાંતિનો આવ્યો અંત

 

News Continuous Bureau | Mumbai

Middle East Crisis। મિડલ ઈસ્ટમાં શાંતિની આશાને મોટો ઝટકો લાગ્યો છે. ૮ એપ્રિલે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા સીઝફાયર (યુદ્ધવિરામ) ના બરાબર ૩૦ દિવસ બાદ ઈરાને ફરી એકવાર સંયુક્ત આરબ અમીરાત (UAE) પર બેલેસ્ટિક મિસાઈલો, ક્રૂઝ મિસાઈલો અને આત્મઘાતી ડ્રોનથી હુમલો કર્યો છે. આ હુમલા બાદ યુએઈના એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ ગયા છે અને હુમલાખોર મિસાઈલોને રોકવા માટે સતત પ્રયાસો ચાલુ છે.

હુમલા બાદ UAE એ બનાવી હાઈ-લેવલ કમિટી

ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાના પુરાવા એકઠા કરવા અને તેનાથી થયેલા જાનમાલના નુકસાનનો રેકોર્ડ તૈયાર કરવા માટે UAE સરકારે એક સ્પેશિયલ કમિટીની રચના કરી છે. સરકારી સમાચાર એજન્સી ના જણાવ્યા અનુસાર, આ કમિટીની આગેવાની યુએઈના એટર્ની જનરલ કરશે. આ કમિટીમાં વિવિધ મંત્રાલયોના અધિકારીઓ અને જરૂર પડે તો વિદેશી નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવશે. કમિટી હુમલાની તસવીરો અને ટેકનિકલ રિપોર્ટ્સ તૈયાર કરશે જેનો ઉપયોગ ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ કાર્યવાહી કરવા માટે થશે.

૨૦૦૦થી વધુ ડ્રોન અને હજારો મિસાઈલનો ઉપયોગ

યુએઈના સત્તાવાર દાવા મુજબ, અત્યાર સુધી ચાલેલા સંઘર્ષ દરમિયાન ઈરાને ૨૦૦૦થી વધુ ડ્રોન અને સેંકડો બેલેસ્ટિક તથા ક્રૂઝ મિસાઈલો છોડી છે. મોટાભાગના હુમલાઓને હવામાં જ નિષ્ફળ બનાવવામાં આવ્યા હોવા છતાં, આ હિંસામાં ૧૩ લોકોના મોત થયા છે અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. તેલના કુવાઓ, ઉર્જા મથકો અને અનેક મહત્વની ઈમારતોને પણ આ હુમલાઓમાં નુકસાન પહોંચ્યું છે.

વળતર અને કાયદાકીય કાર્યવાહીની તૈયારી

UAE હવે આ હુમલાઓ માટે ઈરાન પાસેથી આર્થિક વળતરની માંગ કરવાની તૈયારી કરી રહ્યું છે. યુએઈના વિદેશ મંત્રાલયે ઈરાનના તે નિવેદનો પર કડક નારાજગી વ્યક્ત કરી છે જેમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકા સાથેનો યુએઈનો સહયોગ ઈરાનની સુરક્ષા માટે ખતરો છે. અમીરાતે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ દેશ સાથે સંરક્ષણ સહયોગ કરવો એ તેનો સાર્વભૌમ અધિકાર છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વના અનેક નેતાઓએ UAE પર થયેલા આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે.

👉 આ સમાચાર વાચો:
Instagram Privacy Alert। ઇન્સ્ટાગ્રામમાં પ્રાઈવસીનો અંત? આજથી તમારી પર્સનલ ચેટ મેટા માટે બની જશે ‘ઓપન બુક’, જાણો શું છે આખી વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More