Middle East Crisis:ટ્રમ્પ સાવધાન! ખર્ગ આઈલેન્ડ પર હુમલાની ભૂલ ન કરતા; ઈરાની નેવી ચીફની ગર્જનાથી તેલના ભાવ ઉછળવાની શક્યતા.

Middle East Crisis: હોર્મુઝની સામુદ્રધુનીમાં યુદ્ધના વાદળો: અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ, ઈરાને ઈઝરાયેલ-અમેરિકા સાથે જોડાયેલા જહાજો પર લગાવ્યો પ્રતિબંધ, અનેક ભારતીય જહાજો મધદરિયે ફસાયા.

by Akash Rajbhar
Middle East Crisis IRGC Navy Chief Warns Trump Over Kharg Island; Global Oil Supply at Risk in Strait of Hormuz

News Continuous Bureau | Mumbai

અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે વૈશ્વિક તેલ બજાર માટે મોટું સંકટ બની રહ્યો છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં વધતા સૈન્ય જમાવડા અને ઈરાનની નવી ધમકીઓએ દુનિયાભરમાં તેલના પુરવઠા પર ખતરો ઉભો કર્યો છે. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના નેવી ચીફે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સીધી ચેતવણી આપતા કહ્યું છે કે જો ઈરાનના સૌથી મોટા તેલ ટર્મિનલ ‘ખર્ગ ટાપુ’ પર હુમલો થયો, તો ઉર્જાના ભાવો અને વિતરણનું આખું સમીકરણ બદલાઈ જશે.આ વ્યૂહાત્મક માર્ગ પરથી દુનિયાના કુલ તેલ નિકાસનો ૨૦ ટકા હિસ્સો પસાર થાય છે. ઈરાનના કડક વલણને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ભારે તેજી જોવા મળી રહી છે.

ટ્રમ્પનો ‘ફ્રી શિપિંગ’ નો વાદો અને વિશ્વના દેશોને અપીલ

ઈરાનની ધમકીઓ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની સામુદ્રધુનીને કોઈ પણ સંજોગોમાં શિપિંગ માટે મુક્ત કરવામાં આવશે. તેમણે ચીન, ફ્રાન્સ, બ્રિટન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોને અપીલ કરી છે કે તેઓ આ દરિયાઈ માર્ગની સુરક્ષા માટે પોતાના યુદ્ધ જહાજો મોકલે. ટ્રમ્પના મતે, આ માત્ર અમેરિકાની નહીં પણ સમગ્ર વિશ્વની ઉર્જા સુરક્ષાનો મુદ્દો છે.

આ સમાચાર પણ વાંચો : Odisha Hospital Fire: ઓડિશાની હોસ્પિટલમાં આગનો તાંડવ: SCB મેડિકલ કોલેજના ICUમાં 10 દર્દીઓના કરુણ મોત, 5ની હાલત ગંભીર

ભારતીય જહાજો મધદરિયે ફસાયા

ઈરાનના વિદેશ મંત્રી અબ્દુલ્લા અરાઘચીએ જણાવ્યું છે કે આ આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ ખુલ્લો છે, પરંતુ અમેરિકા અને ઈઝરાયેલ સાથે જોડાયેલા કોઈ પણ જહાજને અહીંથી પસાર થવા દેવામાં આવશે નહીં. આ તણાવને કારણે અત્યારે સેંકડો જહાજો ફારસની ખાડી અને ઓમાનની ખાડી વચ્ચે ફસાયેલા છે, જેમાં અનેક ભારતીય જહાજોનો પણ સમાવેશ થાય છે. આનાથી ભારત જેવા તેલ આયાત કરનારા દેશોની ચિંતામાં મોટો વધારો થયો છે.

ખર્ગ ટાપુ પર હુમલાની અસરો

ખર્ગ ટાપુ ઈરાન માટે આર્થિક કરોડરજ્જુ સમાન છે. જો અમેરિકા આ ટર્મિનલ પર હુમલો કરે છે, તો ઈરાન હોર્મુઝની સામુદ્રધુની સંપૂર્ણપણે બંધ કરી શકે છે. IRGC નેવી ચીફે ચેતવણી આપી છે કે જો તેલની કિંમતોના નવા બેન્ચમાર્ક સેટ થશે, તો તેના માટે અમેરિકાની નીતિઓ જવાબદાર હશે. અત્યારે આ વિસ્તારમાં બંને દેશોની નૌસેના આમને-સામને છે, જે ગમે ત્યારે મોટા યુદ્ધમાં પરિવર્તિત થઈ શકે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More