માછીમારી કરવા ગયેલો વ્યક્તિ થયો ગુમ, આખરે ત્રણ દિવસ બાદ મગરના પેટમાંથી મળ્યો તેનો મૃતદેહ..

by kalpana Verat
Missing Australian fisherman's body found in crocodile

 News Continuous Bureau | Mumbai

ઓસ્ટ્રેલિયામાં ત્રણ દિવસથી ગુમ થયેલા એક વ્યક્તિ સાથે એક ચોંકાવનારો અકસ્માત થયો છે. માછીમારી કરવા ગયેલો આ વ્યક્તિ 30 એપ્રિલે ગુમ થયો હતો. તે દિવસથી તેની શોધ ચાલુ હતી. હવે બે દિવસ બાદ આ વ્યક્તિનો મૃતદેહ મગરના પેટમાંથી મળી આવ્યો છે. રિપોર્ટ અનુસાર, 1985માં ડેટા કલેક્શન પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી આ 13મો જીવલેણ હુમલો છે. જ્યાં આ ઘટના બની તે વિસ્તાર મગરોના વિસ્તાર તરીકે ઓળખાય છે.

ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં પોતાના મિત્રો સાથે માછીમારી કરવા ગયેલા 65 વર્ષીય કેવિન ડાર્મોડીનું અવસાન થયું છે. ગુમ થયેલ કેવિનનો મૃતદેહ મગરની અંદરથી મળી આવ્યો છે. બુધવારે એક મીડિયા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. બીબીસીએ અહેવાલ આપ્યો છે કે પીડિત 65 વર્ષીય કેવિન ડાર્મોડીને છેલ્લીવાર 30 એપ્રિલના રોજ કેનેડી બેન્ડમાં જોવામાં આવ્યો હતો, જે ઉત્તરી ક્વીંસલેન્ડના એક સુદૂર વિસ્તારમાં ખારા પાણીના મગરના આવાસ માટે પ્રસિદ્ધ છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Local : લોકલના વિકલાંગ ડબ્બામાં ઘૂસણખોરી, રેલવે પ્રશાસને આટલા લોકો સામે કરી કાર્યવાહી..

બે મગરોને ઠાર માર્યા

બે દિવસ સુધી સમગ્ર વિસ્તારની શોધખોળ કરવામાં આવી હતી. સોમવારે પોલીસે તે વિસ્તારના દોઢ કિલોમીટરના દાયરામાં બે મોટા મગરોને ઠાર કર્યા હતા. કેવિન છેલ્લે આ જ વિસ્તારમાં જોવા મળ્યો હતો. આમાંથી એક મગરની અંદર કેવિન ડાર્મોડીનો મૃતદેહ મળી આવ્યો હતો. વન્યજીવન અધિકારીઓનું માનવું છે કે બંને મગર તેના મૃત્યુ સાથે જોડાયેલા છે.

Join Our WhatsApp Community

You may also like