Site icon

હેં! હવે મચ્છર કરડવાથી ડેન્ગ્યુ નહીં થાય, એવા પ્રકારના બૅક્ટેરિયા બનાવ્યા છે, જે બૅક્ટેરિયાને જ ખતમ કરી નાખશે; જાણો વધુ વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

બુધવારૉ

Join Our WhatsApp Community

મુંબઈ, 16 જૂન 2021

ચોમાસાના આરંભ સાથે જ પાણીજન્ય કહેવાતી ડેન્ગ્યુ, મલેરિયા, કૉલેરા તથા ગૅસ્ટ્રો સંબંધી બીમારીઓ માથું ઊંચકતી હોય છે. ભારતમાં દર વર્ષે ડેન્ગ્યુના કારણે અનેક લોકોનાં મૃત્યુ પણ થતાં હોય છે, ત્યારે વૈજ્ઞાનિકો હવે જીવલેણ ડેન્ગ્યુથી બચવા અનોખો ઉપાય શોધી કાઢ્યો છે. હવે મચ્છર કરડવાથી પણ ડેન્ગ્યુ નહીં થશે. વૈજ્ઞાનિકોએ એવા પ્રકારના બૅક્ટેરિયા બનાવ્યા છે, જે મચ્છરોના શરીરમાં જઈને ડેન્ગ્યુના વાયરસને જ ખતમ કરી નાખશે.

હાલ ઇન્ડોનેશિયામાં એની ટ્રાયલ ચાલી રહી છે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ ડેન્ગ્યુ ફેલાવતા એડિસ પ્રજાતિના  મચ્છરોને વોલબાચિયા નામના ખાસ પ્રકારના બૅક્ટેરિયાથી સંક્રમિત કરાયા હતા. આ બૅક્ટેરિયા મચ્છરના  શરીરના એ ભાગમાં રહે છે, જ્યાં ડેન્ગ્યુના વાયરસ રહે છે. આ બૅક્ટેરિયા મચ્છરને નુકસાન નથી પહોંચાડતા, પણ વાયરસ રેપ્લિકેટ કરવાની શક્તિ છીનવી લેતા હોય છે, જેથી મચ્છર કરડે તો પણ ડેન્ગ્યુ ફેલાતો નથી. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ આ પ્રકારની ટ્રાયલથી ભવિષ્યમાં ડેન્ગ્યુના વાયરસને સંપૂર્ણ રીતે ખતમ કરી શકાશે.

કોરોનાના ડેલ્ટા વેરીઅન્ટ એ મુશ્કેલીઓ વધારી દીધી, આ દેશે ફરી એકવાર લોકડાઉન લાગુ કરવું પડ્યું.

આ ટ્રાયલમાં બૅક્ટેરિયાથી સંક્રમિત મચ્છરોનો ઉપયોગ કરાયો હતો. એમાં ચોંકવાનારું તારણ આવ્યું હતું એ મુજબ 86 ટકા લોકોને હૉસ્પિટલ જવાની જરૂર નહોતી પડી. આ ટ્રાયલને કારણે ડેન્ગ્યુના કેસમાં 77 ટકાનો ઘટાડો થયો હતો.

Sheikh Hasina: રાજકીય ઉથલપાથલ: ફાંસીની સજા મળ્યા બાદ શેખ હસીનાનું પ્રથમ નિવેદન – ‘વાત સાંભળ્યા વગર જ…!’
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Saudi Arabia Accident: અકસ્માતમાં 42 ભારતીયો બળ્યા, માત્ર એક જીવ બચ્યો! મદીનામાં બસ દુર્ઘટનાનો ચોંકાવનારો અહેવાલ
Sheikh Hasina: શેખ હસીના દોષિત જાહેર, નિઃશસ્ત્ર નાગરિકો પર ગોળીબારના મામલે મળી ફાંસીની સજા
Exit mobile version