News Continuous Bureau | Mumbai
શાહબાઝ શરીફને (PM Shehbaz Sharif)દેશના 23મા વડા પ્રધાન (PM) તરીકે બિનહરીફ ચૂંટ્યા અને દેશમાં અનિશ્ચિતતાની સ્થિતિનો પણ અંત આવ્યો.
ઈમરાન ખાનની (Imran Khan) પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)એ વડાપ્રધાનની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
આ સાથે ઈમરાનની પાર્ટીના 100થી વધુ સાંસદોએ પણ નેશનલ એસેમ્બલીમાંથી રાજીનામું આપી દીધું છે.
હવે સામૂહિક રાજીનામા પછી, 342 બેઠકો ધરાવતી નેશનલ એસેમ્બલીની 100 થી વધુ બેઠકો માટે નવી પેટાચૂંટણીની જરૂર વર્તાશે.
પૂર્વ વિદેશ મંત્રી મહેમૂદ કુરેશીએ (Shah Mahmood Qureshi) તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ ઈન્સાફને વોટિંગ અને સંસદમાં વોકઆઉટમાં ભાગ નહીં લેવાની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સમર્થકોએ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા વડાપ્રધાન અને પાર્ટી અધ્યક્ષ ઈમરાન ખાનને હટાવવાના વિરોધમાં લાહોરના લિબર્ટી ચોક ખાતે વિરોધ રેલી કાઢી હતી.
આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનમાં આંતરિક કિન્નાખોરી યથાવત. વડાપ્રધાન પદેથી ઉતરતાની સાથે ઇમરાન ખાન સામે આ પગલા લેવાયા.