અફઘાનિસ્તાનમાંથી અમેરિકા દ્વારા સેનાને પાછી ખેંચી લેવાનું શરૂ થતા જ તાલિબાની આતંકીઓ ફરી સક્રિય થઇ ગયા છે અને કબજો કરવા લાગ્યા છે.
તાજિકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા અંગેની સ્ટેટ કમિટીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે તાલિબાની આતંકીઓ મોટી સંખ્યામાં સરહદી વિસ્તારો કાબુ કરવા માટે આગળ વધી રહ્યા હતા.
આ અંગેની જાણકારી મળતા 300થી વધુ અફઘાન સૈનિકો અફઘાનિસ્તાનથી ભાગીને અમારી સરહદ પાર કરી પ્રવેશ કર્યો છે.
તેમને માનવતાનાં ધોરણે આશરો અપાયો હોવાનું કહેવાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે એપ્રિલના મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા અંતહીન યુદ્ધને સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. જે બાદ તાલિબાને અફઘાનિસ્તાનમાં ફરી માથુ ઉચક્યું છે અને હુમલા વધારી દીધા છે.
ગિલોયથી કેટલાક લોકોના લીવરને થયું નુકસાન : એક વ્યક્તિનું મોત; રિસર્ચમાં સામે આવી ચોંકાવનારી હકીકત