Site icon

Moscow Terrorist Attack: મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં આતંકી હુમલો, 60 લોકોના મોત, ISISએ લીધી જવાબદારી..

Moscow Terrorist Attack: રશિયાની રાજધાની મોસ્કો શુક્રવારે થયેલા આતંકી હુમલાથી હચમચી ઉઠ્યું હતું. ચારથી પાંચ અજાણ્યા બંદૂકધારીઓ વ્યસ્ત ક્રાકુસ સિટી કોન્સર્ટ હોલમાં પ્રવેશ્યા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ હુમલામાં ઓછામાં ઓછા 60 લોકોના મોત થયા હતા અને 145થી વધુ લોકો ઘાયલ થયા હતા. કુખ્યાત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS)એ આ હુમલાની જવાબદારી લીધી છે.

Moscow Terrorist Attack Moscow terror attack Over 60 killed, Islamic State (ISIS) claims responsibility

Moscow Terrorist Attack Moscow terror attack Over 60 killed, Islamic State (ISIS) claims responsibility

News Continuous Bureau | Mumbai

Moscow Terrorist Attack:  રશિયાની રાજધાની મોસ્કોમાં 26/11 જેવો આતંકી હુમલો થયો છે. અહેવાલો મુજબ ભીડભાડવાળી જગ્યાઓ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં 60 નાગરિકોના મોત થયા છે અને 150થી વધુ ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી ISISએ લીધી છે. હુમલા બાદ મોસ્કોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

 ISIS એ હુમલાની જવાબદારી સ્વીકારી 

આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શનિવારે (23 માર્ચ, 2024) સવારે હેન્ડલ @spectatorindex સાથે આપવામાં આવી હતી. દરમિયાન, આતંકવાદી સંગઠન ISIS એ હુમલાની જવાબદારી સ્વીકારી છે અને દાવો કર્યો છે કે તેના લડવૈયાઓએ ખ્રિસ્તીઓની મોટી ભીડ પર હુમલો કર્યો છે .

ISIS દ્વારા કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી

ISIS-સંબંધિત સમાચાર એજન્સી અમાક દ્વારા ટેલિગ્રામ પર જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમારા લડવૈયાઓએ રશિયાની રાજધાની મોસ્કોની બહારના ભાગમાં ખ્રિસ્તીઓના એક વિશાળ મેળાવડા પર હુમલો કર્યો, જેમાં ઘણા લોકો માર્યા ગયા, ઘણા ઘાયલ થયા અને સ્થળ પર મોટા પ્રમાણમાં વિનાશ પણ થયો.” જો કે, આ દાવાને સમર્થન આપવા માટે ISIS દ્વારા કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી.

જુઓ વિડીયો 

મોસ્કો આતંકી હુમલાનો વીડિયો X પર સામે આવ્યો

હુમલા સમયે, પાંચ લોકોએ ગોળીબાર કર્યો હતો અને મોસ્કોમાં ક્રોકસ સિટી હોલ કોન્સર્ટ સ્થળ પર બોમ્બ ફેંક્યા હતા, જેને નિશાન બનાવવામાં આવ્યું હતું. હુમલા બાદ અરાજકતાનો માહોલ સર્જાયો હતો. તે સમયના અને એક્સ પર હુમલા પછીના કેટલાક વીડિયો પણ સામે આવ્યા હતા, જેમાં હુમલા બાદ પ્રચંડ જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જ્યારે લોકોની ચીસો પણ સંભળાઈ હતી.

આ સમાચાર પણ વાંચો : Borivali: બોરીવલીમાં ફાટી પાણીની પાઇપલાઇન, હજારો લીટર પાણી વેડફાયું; રસ્તા થયા પાણી-પાણી..

હુમલાખોરો ભાગી ગયા, અફઘાનિસ્તાનમાં ઘડાયું કાવતરું?

અમેરિકન ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ અનુસાર ફાયરિંગ અને બોમ્બ ફેંક્યા બાદ હુમલાખોરો સફેદ રેનો કારમાં ફરાર થઈ ગયા હતા, જ્યારે રશિયા 24ના અહેવાલ મુજબ કોન્સર્ટ હોલની છત આંશિક રીતે પડી ગઈ હતી. તે જ સમયે, યુએસ ગુપ્તચર વિભાગના એક અધિકારીએ સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે યુએસ ગુપ્તચર એજન્સીઓને જાણ થઈ હતી કે અફઘાનિસ્તાનમાં ISIS દ્વારા હુમલાની યોજના બનાવવામાં આવી રહી છે.

અમે રશિયા સાથે ઊભા છીએ – PM નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા

આતંકવાદી હુમલા પછી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો અને X પર એક પોસ્ટ દ્વારા કહ્યું – અમે મોસ્કોમાં જઘન્ય આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ. અમારા વિચારો અને પ્રાર્થના પીડિત પરિવારો સાથે છે. ભારત દુખની આ ઘડીમાં રશિયન ફેડરેશનની સરકાર અને લોકો સાથે એકતામાં ઊભું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Indian Navy: ત્રણ દેશોની ઊંઘ હરામ! ભારતીય નૌસેનાના 3 એવા પગલાં, જેનાથી પાકિસ્તાન, ચીન અને તુર્કીમાં મચ્યો ખળભળાટ!
PM Modi: ‘લાલુના ‘ફાનસ’ પર PM મોદીનો ‘ડિજિટલ’ પ્રહાર: સમસ્તીપુરમાંથી RJD પર નિશાન સાધ્યું, જાણો ભાષણના 10 મહત્ત્વના પોઈન્ટ્સ
Donald Trump: નવા યુદ્ધનો ભય? ટ્રમ્પે પુતિનને આપી સીધી ચેતવણી; ભારતની વિદેશ નીતિ સામે સૌથી મોટો પડકાર!
Afghanistan: ભારત પછી હવે આ દેશ પણ પાકિસ્તાનનું પાણી રોકશે? કુનાર નદી પર બંધ બનાવવાની તૈયારીઓ શરૂ
Exit mobile version