News Continuous Bureau | Mumbai
MPox Virus: કોરોના પછી હવે એક નવું સંકટ ઊભું થયું છે. આફ્રીકામાં મંકી પોક્સ ( MPox ) ફેલાવાનું શરૂ થયું છે. મંકી પોક્સ વાયરસ 100 થી વધુ દેશોમાં ફેલાયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO ) એ એમ-પોક્સ વાયરસને કારણે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. ઘણા દેશોમાં મંકી પોક્સના કેસ ઝડપથી વધી રહ્યા છે.
WHOએ નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. Mpox એક ચેપી રોગ ( MPox Outbreak ) છે
MPox Virus: 3 વર્ષમાં બીજી વખત ઈમરજન્સી જાહેર કરવામાં આવી
ડબ્લ્યુએચઓએ ( WHO MPox ) મન્કી પોક્સના જોખમને કારણે ત્રણ વર્ષમાં બીજી વખત કટોકટી જાહેર કરી છે. અગાઉ 2022માં પણ તે ઝડપથી ફેલાતો જોવા મળ્યો હતો. આ વાયરસે 100 થી વધુ દેશોમાં પરિસ્થિતી ગંભીર બનાવી છે. જે તે સમયે આ રોગને કારણે 200 થી વધુ લોકોના મોત થયા હતા.
MPox Virus: 14 હજારથી વધુ દર્દીઓ મળી આવ્યા છે
કોંગોમાં અત્યાર સુધીમાં 14 હજારથી વધુ દર્દીઓ મળી આવ્યા છે. આમાં 500 થી વધુ લોકોના મોત થયા છે. 15 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ પણ આ વાયરસનો શિકાર બની રહી છે જે ચિંતાનો વિષય છે.
આ સમાચાર પણ વાંચો : Assembly Polls 2024 Date : જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વાગશે ચૂંટણીનું બ્યુગલ, ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ
MPox Virus: મંકી પોક્સના લક્ષણો
મંકી પોક્સના લક્ષણોમાં ( Monkey pox symptoms ) તાવ, ફોલ્લીઓ, માથાનો દુખાવો, શરીરમાં સોજો, કમરનો દુખાવો, શરીરમાં દુખાવો શામેલ છે.
MPox Virus: મંકી પોક્સ કેવી રીતે ફેલાય છે?
-
ચેપગ્રસ્ત દર્દીના કપડાંનો ઉપયોગ અથવા સ્પર્શ.
-
ચેપગ્રસ્ત જગ્યાએ હાથ લગાડવો.
-
ચેપગ્રસ્ત વ્યક્તિની ઉધરસ અથવા છીંક.
-
ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે સંભોગ કરવો