News Continuous Bureau | Mumbai
કોરોના વાયરસ(Coronavirus) વિરુદ્ધ ઉપયોગમાં લેવાતી મેસેન્જર રાઈબોઝ ન્યુક્લિક એસિડ એટલે કે, mRNA વેક્સિનને લઈને ચોંકાવનારા સમાચારો આવ્યા છે. ફ્લોરિડાના સર્જન જનરલ ડો. જાેસેફ એ લાડાપોએ શનિવારે ચેતેવણી આપતા કહ્યું કે, mRNA કોવિડ વેક્સિન ન લગાવવાની ભલામણ કરી છે. તેમણે કહ્યું કે, આ કોરોના વેક્સિન લગાવવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. ખાસ કરીને ૧૮થી ૩૯ વર્ષની ઉંમરવાળા પુરુષોમાં હ્દય સંબંધી મોતનો ખતરો વધી જાય છે.
Today, we released an analysis on COVID-19 mRNA vaccines the public needs to be aware of. This analysis showed an increased risk of cardiac-related death among men 18-39. FL will not be silent on the truth.
Guidance: https://t.co/DcWZLoMU5E
Press Release: https://t.co/Y0r9yepi7F— Joseph A. Ladapo, MD, PhD (@FLSurgeonGen) October 7, 2022
મીડિયા રિપોર્ટ અનુસાર, સર્જન જાેસેફ લાડાપોએ ટિ્વટ કરીને જણાવ્યુ છે કે, આજે અમે કોવિડ mRNA વેક્સિન પર વિશ્લેષણ જાહેર કર્યુ છે, જેને લઈને જનતાને જાગૃત કરવાની જરૂર છે. આ વિશ્લેષણથી જાણવા મળે છે કે, તેનાથી ૧૮થી ૩૯ વર્ષના પુરુષોમં હ્દય સંબંધી મોતનો ખતરો વધી જાય છે. અમે આ ખતરાને જોતાં ચુપ બેસી શકીએ નહીં.
આ સમાચાર પણ વાંચો : Airtel 5G Plus- આઠ શહેરમાં થયું લૉન્ચ- પ્લાનની શરૂઆતની કિંમત 249 રૂપિયા
હકીકતમાં જોઈએ તો, ફ્લોરિડા હેલ્થ ડિપાર્ટમેન્ટે વેક્સિન સુરક્ષાનું મૂલ્યાંકન કરવા માટે એક સેલ્ફ કંટ્રોલ્ડ કેસ સીરીઝ દ્વારા વિશ્લેષણ કર્યું છે. આ વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, mRNA કોવિડ રસીકરણ બાદ મૃત્યુદરનું જાેખમ વધી જાય છે. ફ્લોરિડા હેલ્થ ડિપાર્ટમેંન્ટે એ લોકોને સલાહ આપી છે, જેમને પહેલાથી હાર્ટ સંબંધી બિમારીઓ જેમ કે, માયોકાર્ડિટિસ અને પેરિકાર્ડિટિસથી પીડિત છે. તેઓ રસી લેતા પહેલા સાવધાની રાખે અને સ્વાસ્થ્ય સાથે જાેડાયેલા લોકો સાથે ચર્ચા કરવી.
જાે કે ફ્લોરિડા હેલ્થ ડિપાર્ટમેન્ટે બિન એમઆરએનએ વેક્સિનને લઈને કહ્યું કે, તેમાં આ પ્રકારના જોખમ જાેવા મળ્યા નથી.
સર્જન જનરલ ડો. જોસેફ લાડાપોએ કહ્યું કે, રસી સહિત કોઈ પણ દવાની સુરક્ષા અને પ્રભાવકારિતાનું અદ્યયન સાર્વજનિક સ્વાસ્થ્યનું એક મહત્વનું ઘટક છે. તેમણે કહ્યું કે, રસીની સુરક્ષા પર ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે અને કેટલીય વ્યક્તિઓની ચિંતાઓ ફગાવી દેવામાં આવી છે. આ મહત્વનું તારણ છે કે, ફ્લોરિડિયનોને સૂચિત કરવા જાેઈએ.
આ સમાચાર પણ વાંચો : એકનાથ શિંદે આ ઇલેક્શન સિમ્બોલ માટે આગ્રહ કરશે.
