News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)ના 26/11ના આતંકવાદી હુમલા(terrorist attack)ના માસ્ટરમાઈન્ડ સાજિદ મીર(Mastermind Sajid Mir)ની કથિત રીતે પાકિસ્તાન(Pakistan)માં ધરપકડ કરાઈ છે. અગાઉ, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી (ISI) એ FBI દ્વારા મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયેલા સાજિદના મૃત્યુનો દાવો કર્યો હતો.
મીડિયા અહેવાલ મુજબ, લાહોરની આતંકવાદ વિરોધી કોર્ટે સાજિદ મીર(Mastermind Sajid Mir)ને 15 વર્ષની સજા સંભળાવી છે. આતંકવાદ સાથે જોડાયેલા એક વરિષ્ઠ વકીલે જણાવ્યું કે, આ મહિનાની શરૂઆતમાં લાહોરની આતંકવાદ વિરોધી કોર્ટે પ્રતિબંધિત લશ્કર-એ-તોયબા(Lashkar-e-Taiba)ના આતંકવાદીને સાજિદ મીરને 15 વર્ષની સજા સંભળાવી હતી. આ સજા ટેરર ફંડિંગ કેસ(Terror funding case)માં સંભળાવવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : અરેરેરે- ઉદ્ઘાટનના અઠવાડિયાની અંદર જ બોરીવલીના ફ્લાયઓવરની આ તો કેવી હાલત- સરફેસનો ડામર ઉખડી ગયો- જાણો વિગત
નિષ્ણાતોના મતે પાકિસ્તાને FATFની ગ્રે લિસ્ટમાંથી બહાર આવવા માટે મીરને સજા આપવાનું નાટક કર્યું છે. પાકિસ્તાન સાજિદ મીરની ધરપકડ કરીને બતાવવા માંગે છે કે તે આતંકવાદ વિરુદ્ધ કામ કરી રહ્યું છે. આ ધરપકડને FATFની ગ્રે લિસ્ટમાંથી બહાર આવવાની યોજના કહેવામાં આવી રહી છે. પાકિસ્તાન જૂન 2018થી FATFની ગ્રે લિસ્ટમાં સામેલ છે. આ વખતે જર્મનીમાં યોજાયેલી બેઠકમાં FATFએ કહ્યું હતું કે તે ગ્રાઉન્ડ ટેસ્ટ કર્યા બાદ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કરવાનો નિર્ણય લેશે. આવી સ્થિતિમાં પાકિસ્તાન બતાવવા માંગે છે કે તે આતંકવાદ વિરુદ્ધ ખુલ્લેઆમ કામ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ભારત(India) બંને લગભગ એક દાયકાથી તેની શોધ કરી રહ્યાં છે. અમેરિકન એજન્સી FBIએ સાજિદ મીર પર 50 લાખ ડોલરનું ઈનામ જાહેર કર્યું છે. સાજિદ મીર સંયુક્ત રાષ્ટ્ર(UN) પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા સાથે જોડાયેલો છે. સાજિદ મીર મુંબઈ(Mumbai) પર થયેલા 26/11ના હુમલાનો માસ્ટર માઈન્ડ પણ છે. આ હુમલામાં લગભગ 170 લોકોના મોત નીપજ્યા હતા. જેમાં મુખ્યત્વે ભારતીયો, 6 અમેરિક(US)નો અને જાપાન(Japan) સહિત અનેક સ્થળોના પ્રવાસીઓનો સમાવેશ થાય છે