News Continuous Bureau | Mumbai
Joe Biden: અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન ઘણીવાર સ્ટેજ પર પોતાનામાં જ ખોવાયેલા જોવા મળે છે. દાવાઓ કરવામાં આવે છે કે તે ભાષણ આપતી વખતે વસ્તુઓ ભૂલી જાય છે. બિડેન પર દેશની ગુપ્ત ફાઈલોને ખોટી રીતે હેન્ડલ કરવાનો પણ આરોપ હતો. આ બાબતની પણ તપાસ કરવામાં આવી હતી જેમાં જાણવા મળ્યું હતું કે બિડેનને પોતાના જીવનની ઘટનાઓ યાદ નથી.
યુએસ પ્રમુખ ( US President ) જો બિડેને યાદશક્તિમાં ( memory ) ઘટાડો કરવાના આરોપોને નકારી કાઢવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, પરંતુ તેમણે તેમના ભાષણમાં ઘણી ભૂલો કરી હતી. જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં ગાઝા પર સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તે હમાસનું ( Hamas ) નામ ભૂલી ગયા હતા. તેમણે કહ્યું, તેની યાદશક્તિ સારી છે અને ઉંમરની કોઈ સમસ્યા નથી. દરમિયાન, તેઓ મેક્સિકોના રાષ્ટ્રપતિનું ( Mexico President ) નામ પણ ભૂલી ગયા હતા અને ઇજિપ્તના નેતા અબ્દેલ ફત્તાહ અલ-સીસીને મેક્સિકોના રાષ્ટ્રપતિ તરીકે સંબોધિત કર્યા હતા. આ પછી તેમણે કહ્યું હતું કે, તે ફ્રાન્સના ફ્રાન્કોઈસ અને જર્મનીના હેલમુટ કોહલને મળ્યા હતા, જોકે રસપ્રદ વાત એ છે કે, આ બંને નેતાઓનું ઘણા વર્ષો પહેલા અવસાન થઈ ગયું હતું.
રાષ્ટ્રપતિનું પદ છોડ્યા બાદ પણ બિડેને એક સામાન્ય નાગરિક તરીકે પણ જાણી જોઈને ગોપનીય દસ્તાવેજો ( Confidential documents ) પોતાની પાસે રાખ્યા હતાઃ અહેવાલ..
ત્યારે અન્ય એક પત્રકારે પૂછ્યું કે શું તેમારી યાદશક્તિનું સ્તર ઘટી રહ્યું છે, તો બિડેને કહ્યું હતું કે, તેને કંઈ થયું નથી. આ દરમિયાન એક પત્રકારે બિડેનને કહ્યું કે 4 મહિના પહેલા તેમની યાદશક્તિ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા તે વિશે માહિતી આપો, તો બિડેને ગુસ્સામાં કહ્યું હતું કે, આ તમારો અંગત અભિપ્રાય છે, પ્રેસ આવું વિચારતી નથી, અહીં તેમણે જાહેર (લોકો)ને બદલે પ્રેસ કહ્યું હતું. હવે વિપક્ષી રિપબ્લિકન અને તેમની ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓએ પણ રાષ્ટ્રપતિના આ પદ પર સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે.
આ સમાચાર પણ વાંચો : Dahisar Firing: મુંબઈમાં અભિષેક ઘોસાલકરની હત્યા બાદ, પોલીસ આવી એકશન મોડમાં.. કાયદો અને વ્યવસ્થા જાળવવા લેવાયો આ મોટો નિર્ણય..
અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિનું પદ ( Presidency ) છોડ્યા બાદ પણ બિડેને એક સામાન્ય નાગરિક તરીકે પણ જાણી જોઈને ગોપનીય દસ્તાવેજો પોતાની પાસે રાખ્યા હતા, આ ગુનો છે તે જાણતા હોવા છતાં. તેમણે આ દસ્તાવેજોની માહિતી અન્ય