Myanmar Crisis દુનિયાના નકશા પર દેખાશે નવો દેશ? આ દેશની સેના ઘૂંટણિયે, બળવાખોરો રખાઈનને સ્વતંત્ર જાહેર કરવા તૈયાર

Myanmar Crisisઅરાકાન આર્મીના લડવૈયાઓએ રાજધાની સિગ્તવેને ચારેય તરફથી ઘેરી લીધી; જુન્ટા સેનાના 40 સૈનિકો માર્યા ગયા, મ્યાનમાર સરકારની ચિંતા વધી.

by kalpana Verat
Myanmar Crisis દુનિયાના નકશા પર દેખાશે નવો દેશ? આ દેશની સેના ઘૂંટણિયે, બળવાખોરો રખાઈનને સ્વતંત્ર જાહેર કરવા તૈયાર

 

News Continuous Bureau | Mumbai

Myanmar Crisis ભારતના પડોશી દેશ મ્યાનમારથી એક અત્યંત મહત્વના અને ચોંકાવનારા આંતરરાષ્ટ્રીય સમાચાર સામે આવી રહ્યા છે. મ્યાનમારના રખાઈન પ્રાંતને સત્તાવાર રીતે સ્વતંત્ર જાહેર કરવાની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. હકીકતમાં, મ્યાનમારના શક્તિશાળી બળવાખોર જૂથ અરાકાન આર્મીએ રખાઈનને અલગ દેશ બનાવવા માટેની પોતાની લડાઈને ખૂબ જ તેજ કરી દીધી છે. અરાકાનના સશસ્ત્ર લડવૈયાઓએ રખાઈનની રાજધાની સિટવેને ચારેય બાજુથી ઘેરી લીધી છે અને આ જંગને આખરી મોટી લડાઈ ગણાવવામાં આવી રહી છે. જો રાજધાની સિટવે પર અરાકાન આર્મીનો સંપૂર્ણ કબજો થઈ જશે, તો બળવાખોર જૂથ રખાઈનને મ્યાનમારથી અલગ કરીને નવો દેશ બનાવવાની સત્તાવાર ઘોષણા કરી દેશે.

Myanmar Crisis:રખાઈનના 17 માંથી 14 વિસ્તારો પર બળવાખોરોનો કબજો

સ્થાનિક અખબાર ધ ઇરાવાડીના અહેવાલ મુજબ, અરાકાન આર્મીએ રખાઈન પ્રાંતના કુલ 17 માંથી 14 મહત્વપૂર્ણ વિસ્તારો પર પહેલેથી જ પોતાનો અંકુશ મેળવી લીધો છે. હવે બાકી બચેલા માત્ર 3 વિસ્તારો પર કબજો કરવા માટે આર્મીએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. અરાકાન સેનાએ સિટવેની આસપાસના વ્યૂહાત્મક વિસ્તારોમાં પોતાના ડેરા જમાવી દીધા છે અને તેમનો મુખ્ય ઉદ્દેશ્ય સિટવે પર વહેલામાં વહેલી તકે કંટ્રોલ મેળવવાનો છે. આ વિસ્તારમાં સૈન્ય ટેન્કો અને સરકારી સેનાના હથિયારો તેમજ રેશનનો પુરવઠો રોકવા માટે બળવાખોરોએ મુખ્ય રસ્તાઓ પર અનેક જગ્યાએ જીવલેણ બારુદી સુરંગો પણ બિછાવી દીધી છે.

Myanmar Crisis: શું છે આ સમગ્ર વિવાદ અને રખાઈન રાજ્યની જૂની માંગ?

આ વિવાદની શરૂઆત વર્ષ 2009માં થઈ હતી, જ્યારે અરાકાન જ્ઞાતિના બૌદ્ધ સમુદાયે રખાઈન પ્રાંતને વધુ વહીવટી અધિકારો અને સ્વાયત્તતા આપવાની માંગ સાથે મોટું આંદોલન શરૂ કર્યું હતું. આ જ વર્ષે સશસ્ત્ર લડત માટે અરાકાન આર્મીની સ્થાપના કરવામાં આવી હતી. રખાઈન એ બાંગ્લાદેશ અને મ્યાનમારની સરહદ નજીક આવેલો એક સંવેદનશીલ પ્રાંત છે, જ્યાં વર્ષ 2016 પછી હિંસક બળવો ફાટી નીકળ્યો હતો. શરૂઆતમાં અરાકાન આર્મીએ સ્થાનિક રોહિંગ્યા સમુદાય વિરુદ્ધ સખત કાર્યવાહી કરી હતી, જેના કારણે લઘુમતી રોહિંગ્યાઓએ ત્યાંથી મોટા પાયે પલાયન કરવું પડ્યું હતું. ત્યારબાદ મ્યાનમારમાં ચૂંટાયેલી સરકાર પડી ભાંગી અને સેનાએ શાસન પોતાના હાથમાં લીધું, જેના પછી આ વિદ્રોહ વધુ ઉગ્ર બન્યો છે.

Myanmar Crisis:કોઈપણ ભોગે વર્ષ 2027 સુધીમાં અલગ દેશ બનાવવાનું લક્ષ્ય

અરાકાન સેનાના કમાન્ડર-ઇન-ચીફ ટૂન મ્યાત નાઇંગે સત્તાવાર જાહેરાત કરી છે કે તેમનું સંગઠન વર્ષ 2027 સુધીમાં સંપૂર્ણપણે મુક્ત અરાકાન રાષ્ટ્રનું લક્ષ્ય પૂરું કરશે. નાઇંગનો દાવો છે કે તેમની સેના સૈન્ય અને હથિયારોની દ્રષ્ટિએ એટલી મજબૂત થઈ જશે કે મ્યાનમારની સરકારી આર્મીએ આ વિસ્તાર છોડીને ભાગવું જ પડશે. તાજેતરમાં જ સિટવે નજીક મ્યાનમારની જુન્ટા સેના અને બળવાખોરો વચ્ચે થયેલી ભીષણ ઝડપમાં સરકારી સેનાના 40 સૈનિકો માર્યા ગયા છે. અગાઉ આ લડવૈયાઓ સરકારી વાયુસેનાના હવાઈ હુમલા સામે નબળા પડતા હતા, પરંતુ હાલના મહિનાઓમાં તેમણે આધુનિક ડ્રોન અને ખભા પરથી દાગી શકાય તેવી મિસાઈલો મેળવી લીધી હોવાથી હવે મ્યાનમારની સેના માટે હવાઈ હુમલા કરવાનું પણ મુશ્કેલ બની ગયું છે.

👉 આ સમાચાર વાચો:
Gold Price India Exchange સોનાના ભાવ આસમાને નવી ખરીદી ભૂલી જાઓ, હવે જૂના દાગીના બદલવાનો શરૂ થયો નવો ટ્રેન્ડ!

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More