News Continuous Bureau | Mumbai
જાપાનના હમામાત્સુ શહેરના દરિયા કિનારે મોટો ગોળો મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. જોકે આને લઈને જાપાની આર્મી, પોલીસ અને કોસ્ટ ગાર્ડ સતર્ક થઇ ગયા છે.
Join Our WhatsApp Community
આ વિશાળ ગોળાની તસવીરોએ સોશિયલ મીડિયામાં પણ ખુબ વાયરલ થઇ રહી છે. ગોળાનો વ્યાસ 1.5 મીટરનો છે અને એને કાટ લાગ્યો હોવાથી એ લોખંડમાંથી બન્યો હોવાનું જાણવા મળે છે
આ સાથે જ સ્થાનિક લોકોથી લઈને રાજકારણીઓમાં પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આ શું છે? UFO, બોમ્બ, સ્પાઈ બલૂન અથવા કંઈક બીજુ.
The Japanese 🇯🇵 police have restricted access to Enshuhama Beach in the city of Hamamatsu, Japan’s prefecture of Shizuoka, after a suspicious ball about 1.5 meters in diameter, believed to be made of metal, was found on the shore https://t.co/H81LegazUX https://t.co/oTk8z6HsaO pic.twitter.com/3ObmMCXgjy
— Saad Abedine (@SaadAbedine) February 21, 2023
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ગોળાનું ડાયામીટર લગભગ 1.5 મીટરનું છે. એવી આશંકા હતી કે આ કોઇ બોમ્બ હોય શકે છે કે પછી કોઇ માઇન. જો કે, તેની તપાસ એક્સ-રે દ્વારા કરાતા ખબર પડી કે તે પોલો છે.
આ સમાચાર પણ વાંચો : તહેવારો પર મુસાફરો માટે ખાસ વ્યવસ્થા, પશ્ચિમ રેલવે આ સ્ટેશન વચ્ચે દોડાવશે ‘ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન’, જાણો ટ્રેનની વિગત વિસ્તારે…
ગોળાની તપાસ કરતા અધિકારીઓના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી એ જાણી શકાયું નથી કે લોખંડનો આ વિશાળ હોલો બોલ શું છે અને તે જાપાનમાં કેવી રીતે પહોંચ્યો?
હાલ જાપાની સુરક્ષા બળો અને પોલીસે આગળની તપાસ માટે ગોળાને પોતાની કસ્ટડીમાં રાખ્યો છે અને આ બાબતે આગળની તપાસ કરવામાં આવી રહી છે.