News Continuous Bureau | Mumbai
યૂક્રેન સાથે યુદ્ધ(Russia ukraine war) વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ(Russian President) વ્લાદિમીર પુતિન(Vladimir Putin) ફરીથી પિતા બનવા જઇ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તે પોતાની જિમનાસ્ટ પ્રેમીની(Gymnast lover) સાથે વધુ એક બાળકના પિતા બનવા માટે તૈયાર છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કપલના પહેલાંથી જ બે બાળકો છે. દરમિયાન અફવા છે કે હવે ૬૯ વર્ષના પુતિનની પ્રેમિકા હવે એક બાળકને જન્મ આપવા જઇ રહી છે. રાષ્ટ્રપતિ પુતિનની પ્રેમિકા અલીના કાબેવા(Alina Kabeva) ત્રીજીવાર ગર્ભવતી(Pregnant) છે.
કહેવામાં આવી રહ્યું છે કે પુતિનને જ્યારે ખબર પડી કે તેમની પ્રેમિકા ગર્ભવતી છે અને તે પિતા બનવા જઇ રહ્યા છે તો તે આ સમાચારથી ખુશ ન હતા. તેમનું માનવું હતું કે તેમની પાસે પહેલાંથી જ ઘણા બાળકો છે. અલીના કાબેવા ઓલમ્પિકમાં(Olympics) ગોલ્ડ મેડલ(gold medal) વિજેતા જિમનાસ્ટ છે. કાબેવા માટે કહેવામાં આવે છે કે તે રશિયન રાષ્ટ્રપતિના પરિવારનો ભાગ છે, પરંતુ બંનેને પોતાના સંબંધોને સિક્રેટ જ રાખવા હતા.
આ સમાચાર પણ વાંચો : શ્રીલંકામાં ફરી સંકટ- ઉગ્ર વિરોધ પ્રદર્શન વચ્ચે PM રાનિલ વિક્રમસિંઘે રાજીનામું આપ્યું- જાણો હવે કોણ બનશે દેશના આગામી રાષ્ટ્રપતિ
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કાબેવાએ મોસ્કોમાં બે જુડવા બાળકોને જન્મ આપ્યા બાદ વર્ષ ૨૦૧૫ માં સ્વિત્ઝરલેંડના એક વીઆઇપી ક્લિનિકમાં(VIP clinic) એક પુત્રને જન્મ આપ્યો હતો. જોકે, પુતિને ક્યારેય પણ આ વાતની સાર્વજનિક રૂપથી પુષ્ટિ કરી છે કે તેમના કેટલા બાળકો છે. પરંતુ પુતિનની ભૂતપૂર્વ પત્ની લ્યુડમિલા ઓચેરેટનાયાની(Lyudmila Ocheratnaya) પુત્રીઓ ખૂબ પ્રખ્યાત છે. પુતિનની બંને પુત્રીઓ, બિઝનેસવુમન(Businesswoman) મારિયા વોરોન્ટોવા(Maria Vorontova) અને કેટરિના ટીખોનોવા(Katrina Tikhonova) હાઈપ્રોફાઈલ મહિલા છે.