લો બોલો- ઉદ્ઘાટન દરમિયાન જ બ્રિજ તૂટી પડ્યો- પત્નીની સાથે નાળામાં પડ્યા નેતાજી- જુઓ વિડીયો  

 

News Continuous Bureau | Mumbai 

મોટાભાગના વિસ્તારોમાં બ્રિજ(Bridge) અને રસ્તાઓના ઉદ્ઘાટન(Inauguration of roads) માટે કોઈ મોટા નેતા કે સેલિબ્રિટીને(Celebrity) જ બોલાવવામાં આવે છે, એ જ રીતે મેક્સિકોના(Mexico) એક શહેરમાં બનેલા બ્રિજના ઉદ્‌ઘાટન માટે શહેરના મેયર અને અન્ય અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. બ્રિજના ઉદ્‌ઘાટન(bridge Inauguration) માટે શહેરના મેયર(Mayor of the city) અને અન્ય અધિકારીઓ પહોંચ્યા હતા. જ્યારે તેઓ આ પુલ પર ચઢ્યા ત્યારે તે તૂટી ગયો હતો અને મેયર સહિત લગભગ ૨ ડઝન લોકો ગટરમાં પડી ગયા હતા.

મામલો મેક્સિકોના કુઅર્નિવાકા(Cuernavaca) શહેરનો છે. અહીં એક નદી પર ફૂટ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ પુલ લાકડાના બોર્ડ અને ધાતુની સાંકળોથી બનેલો હતો અને તેને ફરીથી બનાવવામાં આવ્યો હતો. વાસ્તવમાં, જ્યારે લોકો ઉદ્‌ઘાટન માટે આ પુલ પર ચઢ્યા ત્યારે તે તૂટી ગયો. આ પછી મેયર સહિત લગભગ ૨ ડઝન લોકો નીચે નાળામાં પડી ગયા હતા. 

 

આ સમાચાર પણ વાંચો : અમેરિકામાં ફરી ફાયરિંગ-બંદૂકધારીએ આ બિઝનેસ સેન્ટરમાં કર્યું અંધાધૂંધ ગોળીબાર-આટલા લોકોના નિપજ્યા મોત

પુલ તૂટી પડ્યા પછી, શહેર પરિષદના સભ્યો અને અન્ય સ્થાનિક અધિકારીઓ ૩ મીટર ગટરમાં પડ્યા હતા. ગટરની નીચે પથ્થરો હતા અને લોકો આ પથ્થરો પર પડ્યા હતા. મેયર, તેમના પત્ની, કેટલાક અધિકારીઓ અને પત્રકારો(Journalist) ગટરમાં પડ્યા હતા. આ દરમિયાન ઘણા લોકોને ઈજા થઈ હતી, જેમને બાદમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ ક્ષમતા કરતા વધુ લોકો પુલ પર ચઢવાને કારણે આ ઘટના બની છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ઘણા લોકો ગટરમાં પડતા જાેવા મળી રહ્યા છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે લોકોના પડી ગયા બાદ તેમને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *