News Continuous Bureau | Mumbai
પાકિસ્તાનના(Pakstan) પૂર્વ વડાપ્રધાન(EX prime minister) અને PML-N પાર્ટીના વડા નવાઝ શરીફને(Nawaz Sharif) સ્વદેશ પરત ફરતા જ કાનૂની કાર્યવાહીનો(Legal action) સામનો કરવો પડશે
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યુ કે નવાઝ શરીફ ઈદ(Eid) બાદ પાકિસ્તાનમાં જોવા મળશે.
સાથે તેમણે દાવો કર્યો કે નવાઝ શરીફ પોતાની સામે બાકી મુદ્દાના કાયદા અને બંધારણ(Constitution) અનુસાર સામનો કરશે.
તેમણે જોર આપ્યું કે તેમની પાર્ટી પીએમએલ-એન(PMLn) કોર્ટમાં(Court) વિશ્વાસ કરે છે અને તેમનો નિર્ણય સ્વીકાર કરશે.
ઉલ્લેખનીય છે કે ત્રણ વાર પાકિસ્તાનના વડાપ્રધાન રહી ચૂકેલા શરીફ ભ્રષ્ટાચારના(Corruption) કેટલાક આરોપોનો સામનો કરી રહ્યા છે. તેઓ નવેમ્બર 2019થી લંડનમાં છે, જ્યારે લાહોર હાઈકોર્ટએ(Highcourt) તેમને સારવાર માટે ચાર સપ્તાહ માટે વિદેશ જવાની અનુમતિ આપી હતી.
આ સમાચાર પણ વાંચો : ભારતના આ પાડોશી દેશમાં ઈંધણની કટોકટી. અહીં પેટ્રોલના ભાવમાં સીધો રૂ.84નો તોતિંગ વધારો,જાણો કેટલામાં મળે છે એક લીટર તેલ