ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,
શનિવાર,
યુક્રેન પર હુમલો કરનાર રશિયા હવે સ્વીડન અને ફિનલેન્ડને ચતેવણી આપી રહ્યું છે.
રશિયાએ કહ્યું કે, જો બંને દેશો નાટોમાં શામેલ થશે, તો તેમનું પરિણામ પણ યુક્રેન માફક ભયાનક આવશે.
મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર રશિયાના વિદેશ મંત્રાલય તરફથી સ્વીડન અને ફિનલેન્ડને કહેવાયું છે કે, તે નાટોમાં શામેલ ન થાય. જો આવું થશે, તો તેનું પરિણામ ખૂબ જ ભયાનક હશે.
ક્રેમલિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે રશિયાની સેના યુક્રેનની રાજધાની કીવમાં ઘૂસી ગઈ છે અને કબ્જોનો જંગ અંતિમ તબક્કામાં છે.
