ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,1 જાન્યુઆરી 2022
શનિવાર.
ઈઝરાયેલ વિશ્વનો પહેલો એવો દેશ બની ગયો છે, જે પોતાના નાગરિકોને વૅક્સિનનો બુસ્ટરનો બીજો ડોઝ એટલે કે વેક્સિનનો ચોથો ડોઝ આપી રહ્યો છે. તેની માટે હવે નવા વાયરસને જવાબદાર માનવામાં આવી રહ્યો છે.
દુનિયાભરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોને આતંક મચાવ્યો છે ત્યારે હવે ઓમીક્રોને પાછળ મૂકીને બીજા એક નવા મિક્સ વેરિયન્ટે ઈઝરાયઈલ પર અટેક કરી દીધો છે. તે કોરોનાના વાયરસ અને ઈન્ફ્લૂન્ઝા વાયરસને મળીને ડબલ ઈન્ફેકશનનું કારણ બની રહ્યું છે. આ નવા વાયરસથી ફેલાઈ રહેલી બીમારીને ફ્લોરોનાનું નામ આપવામાં આવ્યું છે. ઈઝરાયેલમાં તેનો પહેલો કેસ નોંધાયો છે.
ઈઝરાયેલના નેશનલ હેલ્થ ડિપાર્ટમેન્ટે શુક્રવારે દેશમા લોકોને કોરોનાના વૅક્સિનનો ચોથો એટલે કે બીજો સુપર ડોઝ આપવાનું ચાલુ કરી દીધું છે. હાલ ચોથો ડોઝ સિનિયર સિટિઝન અને લો ઈમ્યુનીટીવાળાઓને આપવામાં આવી રહ્યો છે. ઈઝરાયેલ પહેલો દેશ બની ગયો છે જે પોતાના નાગરિકોને ચોથી વખત વેક્સિન આપી રહી છે.
લો બોલો, જાપાનમાં સર્જાયેલી ફ્રેન્ચ ફ્રાઈસની અછતને પહોંચી વળવા બટાટાને કરાશે એરલિફ્ટ; જાણો વિગત
થોડા વખત પહેલા જ ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટે સિનિયર સિટિઝન અને ગંભીર બીમારી ધરાવતા લોકો માટે સુપર ડોઝની જાહેરાત કરી હતી.

Leave a Reply