ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021
બુધવાર
અફઘાનિસ્તાનમાં કાબુલ પર કબ્જો જમાવ્યાના ૨૨ દિવસ પછી તાલિબાનોએ સરકાર રચી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મુલ્લા મહંમદ હસન અખુંદજાદા રાષ્ટ્રપ્રમુખ અને અબ્દૂલ ગની બરાદર ઉપપ્રમુખ બનાવાયા છે.
નવગઠીત અફઘાન સરકારમાં મુલ્લા યાકુબને રક્ષામંત્રી જયારે સિરાજુદ્દીન હક્કાનીને ગૃહમંત્રીનો પદ ભાર અપાયો છે.
ભારતને દુશ્મન નંબર વન માનનારો સિરાજુદ્દાન હક્કાનીનું નામ અમેરિકીની FBIની વોન્ટેડ આતંકવાદીઓના લિસ્ટમાં સામેલ છે.
અમેરિકાએ આ આતંકીના માથે 5 મિલિયન ડોલર એટલે કે લગભગ 38 કરોડ રૂપિયાનું ઈનામ રાખેલું છે.
તાલિબાનના અબ્દુલ બાકી હક્કાનીને શિક્ષણમંત્રીનું પદ મળ્યું છે. અત્રે જણાવવાનું કે અબ્દુલ પણ એક આંતરરાષ્ટ્રીય આંતકી છે અને સંયુક્ત રાષ્ટ્રએ તેને 2001થી બ્લેક લિસ્ટ કરેલો છે.
હાલમાં શુરા પરિષદ (મંત્રીમંડળ) તમામ કામકાજ સંભાળશે અને લોકોની ભાગીદારી સરકારમાં કેવી રીતે હશે એ હવે પછી નક્કી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે તાલિબાને અફઘાનિસ્તાનમાં અજેય ગઢ ગણાતા પંજશીર પર વિજય મેળવ્યા પછી સરકાર રચવાની જાહેરાત કરી હતી પરંતુ પંજશીરમાં એનઆરએફ (નેશનલ રેસિસ્ટ ફોર્સ)ના અહેમદ મસૂદે તાલિબાનના દાવાને ફગાવીને લડત ચાલું રાખવાનો દાવો કર્યો છે.
મહારાષ્ટ્રના આ ભાગમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, IMD એ મુંબઈ માટે જાહેર કર્યું આ એલર્ટ