ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑગસ્ટ, 2021
બુધવાર
ભારત જ્યારે રવિવારે એટલે કે 15મી ઑગસ્ટના રોજ આઝાદીનો ઉત્સવ મનાવી રહ્યું હતું ત્યારે અફઘાનિસ્તાનની સત્તામાં તાલિબાનોએ પોતાનો અધિકાર જમાવી લીધો. કાબુલમાં પ્રવેશ સાથે જ તાલિબાની આકાઓએ અફઘાન રાષ્ટ્રપતિ ભવનને પોતાના કબજામાં લઈ લીધુ. આ દરમિયાન રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પણ મોકો જોઈને દેશ છોડી દીધો. ઇન્ટરનેટ પર ચારે તરફ અફઘાન સ્થિતિના ફોટા અને વીડિયો જોઈ શકાય છે. ભારત સહિત ઘણા દેશોએ પોતાના નાગરિકોને ત્યાંથી બહાર લાવવાનુ શરૂ કરી દીધું છે.
તાલિબાન આતંકવાદીઓથી પોતાની જાતને બચાવવા રવાના થઈ રહેલા લોકોની વચ્ચે એક વ્યક્તિ એવી પણ છે, જે પોતાનું કર્તવ્ય છોડીને ક્યાંય જવા નથી માગતી. તે છે કાબુલના છેલ્લા પૂજારી રાજેશકુમાર કાબુલમાં આવેલા રતનનાથ મંદિરના પૂજારી પંડિત રાજેશકુમારે મંદિર છોડવાની ના પાડતાં કહ્યું કે ‘મારા પૂર્વજોએ ઘણાં વર્ષોથી આ મંદિરની સેવા કરી છે, હું આને નહીં છોડું. જો તાલિબાન મને મારશે તો હું એને મારી સેવા માનીશ.’ ઉલ્લેખનીય છે કે અન્ય લોકોની જેમ જ રાજેશકુમારને પણ કાબુલ છોડવાની અપીલ કરવામાં આવી હતી. અનેક હિન્દુઓએ તેમના પ્રવાસ અને રહેવાના ખર્ચની વ્યવસ્થા કરવાની પણ રજૂઆત કરી હતી.
આ તો વેપારીઓ પર કેવી આફત? બે દિવસમાં જ મૉલ પાછા બંધ થઈ ગયા; જાણો વિગત
કાબુલ પર તાલિબાનના બળજબરીપૂર્વક કબજા બાદ અફઘાનિસ્તાનમાં સ્થિતિ વધુ વણસી છે. સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર પોતાનો જીવ બચાવવા માટે મોટી સંખ્યામાં લોકોનાં હૃદય કંપાવનારા વીડિયો પણ સામે આવી રહ્યા છે. દેશમાં લગભગ બે દસકા બાદ વાપસી કરતા તાલિબાનના શાસનની વાપસીના ડરથી લોકો પોતાનો જીવ બચાવીને દેશ છોડવાના મરણિયા પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં જ કેટલાક વીડિયો સામે આવ્યા હતા, જ્યાં લોકો સૈન્ય વિમાન પર લટકીને કાબુલથી બહાર નીકળવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.