અફઘાનિસ્તાનમાં સતત હિંસા ચાલી રહી છે. તાલિબાને સમગ્ર અફઘાનિસ્તાનમાં કહેર વર્તાવ્યો છે.
હવે અફઘાનિસ્તાનમાં સ્થિત સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય પરિસર પર હુમલો કર્યો છે. આ હુમલામાં એક ગાર્ડનું મોત થયું છે અને અન્ય અધિકારીને ઈજાઓ પહોંચી છે.
જો કે અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર સહાયતા મિશને તાલિબાનનું નામ નથી લીધું અને હુમલાખોરોને સરકાર વિરોધી તત્વો ગણાવ્યા છે.
તાલિબાન ફાઈટરોએ અફઘાનિસ્તાનના 20 પ્રાન્તો પર મોર્ચો ખોલ્યો છે.
કંધારમાં સ્થિતિ ખરાબ થઈ ચૂકી છે અને હજારો લોકો શહેરમાં ફસાયેલા હોવાનું અનુભવી રહ્યા છે જ્યારે અનેક લોકો સુરક્ષિત જગ્યાઓ પર ચાલ્યા ગયા છે.
તાલિબાન આતંકવાદીઓ શહેરમાં પ્રવેશવા માટે એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે પરંતુ હજુ સફળ નથી થઈ શક્યા. આ કારણે તેમણે આજુબાજુના જિલ્લાઓમાં કબજો જમાવ્યો છે.
મુંબઈ શહેરમાં નકલી ઉત્પાદનો નો મોટો કારોબાર, કડક કાર્યવાહીની પ્રતીક્ષામાં દુકાનદારો… જાણો વિગત