ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
11 ડિસેમ્બર 2020
કેટલીકવાર નાની ભૂલ તમારા માટે જીવન અને મૃત્યુનો પ્રશ્ન બની જાય છે. રશિયાના સાઇબિરીયામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગૂગલ મેપ પરની એક નાની ભૂલને કારણે 18 વર્ષનો એક છોકરો પોતાના માર્ગથી ભટકી ગયો હતો. રાત્રીનો સમય હોવાથી તાપમાન -50 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું અને શિયાળામાં ઠંડકને કારણે તેનું મોત નીપજ્યું.
એક અખબારના અહેવાલ મુજબ, સેર્ગી સસ્ટિનોવ અને વાલ્ડીસ્લાવ ઇસ્તોમિન સાઇબિરીયાના મગદાન બંદરે જઈ રહ્યા હતા, પરંતુ ગુગલ મેપ્સની મદદને લીધે, તેઓ ખોટી દિશામાં ફંટાઈ ગયા હતા. તેઓ આકસ્મિક રીતે રોડ ઓફ બોન્સ પર પહોંચ્યા હતા, જે રાત્રિ દરમિયાન એકદમ ખતરનાક માનવામાં આવે છે. કારણ કે અહીં તાપમાન અચાનક નીચે આવે છે. ગૂગલ મેપ એ યુવકોને એ પાથ પર મોકલ્યા હતાં જે ફક્ત બંધ જ નહીં પણ ખૂબ જટિલ પણ હતો.
આ રસ્તો સંપૂર્ણપણે બરફથી ઢકાયો હતો અને શિયાળો વધ્યા પછી કારના રેડિએટરએ પણ કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ બંને છોકરાઓને કડકડતી ઠંડીનો સામનો કેવી રીતે કરવો તે ખબર ન હતી અને તેથી તેમાંથી એકનું હિમ વર્ષાને કારણે મોત નીપજ્યું હતું. જ્યારે બીજાના હાથ અને પગ ખરાબ રીતે થીજી ગયા હતા.
સેર્ગેઈ મૃત્યુ પામ્યો તે માર્ગને 'મૃત્યુનો માર્ગ' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના નિર્માણ દરમિયાન પણ 10 લાખ લોકોએ જીવ ગુમાવ્યો હતો. યાકુત્સ્કથી મગદાન બંદર સુધીનું અંતર કોલીમા ફેડરલ હાઇવેથી 1900 કિમી છે. એવું કહેવામાં આવે છે કે આ રસ્તાનો ઉપયોગ 1970 થી કરવામાં આવતો નથી. આને કારણે પોલીસ પેટ્રોલીંગમાં પણ બંનેની મદદ માટે અહીં પહોંચવામાં ઘણા દિવસો લાગ્યાં હતાં..