News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) G-7 શિખર સંમેલન(G7 Summit) માટે રવિવારથી બે દિવસની જર્મની(Germany)ની મુલાકાતે છે. તેઓ ઉર્જા, ખાદ્ય સુરક્ષા, આતંકવાદ વિરોધી, પર્યાવરણ અને લોકશાહી જેવા મુદ્દાઓ પર જૂથના નેતાઓ અને સહયોગીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીની વૈશ્વિક નેતા(world leader)ઓ સાથેની મુલાકાતની તસવીરો પણ સામે આવી છે. જેમાં શિખર સંમેલન શરૂ થાય તે પહેલા જી-સાત દેશના નેતાઓ એકબીજાને મળ્યા હતા. આ ઘટનનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જે અત્યારે વોટ્સઅપ પર ધૂમ મચાવી રહ્યો છે.
#PM #મોદીને મળવા પોતે જો #બિડેન આવ્યા, #જર્મનીમાં #G7 પરિષદમાં દેખાયો આ અદ્દભુત દ્રશ્ય- જુઓ #વીડિયો#PMModi #G7Summit #Germany #canada #PM #JustinTrudeau #USA #JoeBiden pic.twitter.com/i6gl7Psq5k
— news continuous (@NewsContinuous) June 28, 2022
આ વીડિયોમાં જોઈ શકાય છે કે પીએમ મોદી જ્યારે કેનેડા(Canada)ના પીએમ જસ્ટિન ટ્રૂડો(PM Justin Trudeau) સાથે વાતચીત કરી રહ્યાં હતા ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન(US President Joe Biden) તેમને આવકારવા માટે છેક સુધી પહોંચી ગયા અને પીએમ મોદીને ખભે હાથ મૂક્યો. અચાનક ખભે હાથ મૂકાતો જોઈને પીએમ મોદી(PM Modi) પણ થોડા નવાઈ પામ્યા હતા અને પાછળ વળીને જોયું તો તેમને બિડેન ઊભેલા દેખાયા. આ પછી પીએમ મોદી પણ બિડેન સાથે હાથ મિલાવ્યો અને તેમને આવકાર્યા.
આ સમાચાર પણ વાંચો : ઓહો-છેક 13 માં માળે મુંબઈ મેટ્રોનુ સ્ટેશન- જાણો મુંબઈ મેટ્રોની આ અજાયબી વિશે- ચોંકી જશો