Site icon

ઓ હો હો- મહારાણી એલિઝાબેથના અવસાન બાદ બ્રિટનમાં આ તમામ ચીજો બદલાઈ જશે  

News Continuous Bureau | Mumbai

બ્રિટનની મહારાણી એલિઝાબેથ-2(Queen Elizabeth II of Britain) નું 96 વર્ષની વયે અવસાન(death) થયું છે. તેમના નિધનથી સમગ્ર વિશ્વમાં શોકની(mourning) લાગણી ફેલાઈ રહી છે. બ્રિટનમાં રાજાશાહી ધોરણ (Monarchy standard) છે. તેથી, બ્રિટિશ રાષ્ટ્રીય પ્રતીકો(British national symbols,), રાષ્ટ્રગીત (national anthem) અને રાષ્ટ્રધ્વજ (national flag) પણ શાહી પ્રણાલીની છાપ ધરાવે છે. પરંતુ મહારાણી એલિઝાબેથના અવસાન (Death of Queen Elizabeth) બાદ 70 વર્ષથી વધુ સમયથી બ્રિટનમાં ચાલી રહેલી બાબતો હવે બદલાશે એવું કહેવાય છે.

Join Our WhatsApp Community

બ્રિટનમાં સંરક્ષણ દળ(Defense Force ) પ્રમાણે જ નૌકાદળના જહાજ(naval ship,),  સરકારી કચેરીઓ તેમજ નૌકાદળના(Navy) જહાજો પર લહેરાતા ધ્વજ પર રાણીના હસ્તાક્ષર અથવા EIIR એ રોયલ સાયફલ(Royal Cyphal) હોય છે. તે પ્રમાણે જ જે દેશો રાષ્ટ્રકુલ સંઘના સભ્યો છે તેઓ પણ રાણીની મુલાકાત દરમિયાન ઈ-ફ્લેગ ફરકાવે છે. પરંતુ આ હવે તેમાં ફેરફાર થવાની શક્યતા છે.

ગ્રેટ બ્રિટનના વર્તમાન રાષ્ટ્રધ્વજમાં અડધા ઈંગ્લેન્ડ તો બાકીના અડધા ભાગમાં સ્કોટલેન્ડ અને આયર્લેન્ડનું પ્રતિનિધિત્વ કરતું પ્રતિક દર્શાવે છે. પરંતુ એવું કહેવાય છે કે નવા રાજા આ ફ્લેગમાં ધ્વજમાં કદાચ વેલ્સનો પણ સમાવેશ થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : લંડનમાં આટલા દિવસ સુધી રહેશે રાણીનું પાર્થિવ શરીર- આ તારીખે રાજકીય સન્માન સાથે કરવામાં આવશે અંતિમ સંસ્કાર  

મુખ્ય બાબત એ છે કે બ્રિટનના રાષ્ટ્રગીતમાં ધરમૂળથી ફેરફાર થઈ શકે છે. હાલમાં બ્રિટિશ રાષ્ટ્રગીતમાં “ગોડ સેવ અવર ગ્રેસિયસ ક્વીન”(God save our Gracious Queen)  એવા શબ્દો છે અને તેને “ગોડ સેવ  અવર ગ્રેસિયસ કિંગ”માં બદલવામાં આવશે એવુ માનવામાં આવે છે. મૂળ રૂપે 1745થી ચાલી રહેલા રાષ્ટ્રગીતમાં આ ફેરફાર બ્રિટનમાં સામાન્ય લોકો દ્વારા સ્વીકારવામાં આવશે કે કેમ એવા સવાલ પણ થઈ રહ્યા છે.

બ્રિટનમાં રોજિંદા જીવનમાં વપરાતા ચલણ પર રાણીની તસવીર છે. બ્રિટનમાં હાલમાં 4.5 અબજ નોટો ચલણમાં છે. તેથી, જો આના પર રાણીનું ચિત્ર બદલવાનું નક્કી કરવામાં આવે તો, પ્રક્રિયા વર્ષો સુધી ચાલશે. બ્રિટનમાં 1960ના દાયકાથી ચલણી નોટો(Currency notes) પર રાણીની તસવીર છાપવામાં આવે છે. તેમજ કેટલાક સિક્કાઓ પર રાણીની તસવીર પણ દર્શાવવામાં આવી છે.

રોયલ મેઇલ પોસ્ટ બોક્સ પર ER એ રાણી એલિઝાબેથના અક્ષરો છે. બ્રિટનના મીડિયાનું કહેવું છે કે આ અક્ષરો યથાવત્ રહેશે અને નવા રાજા એટલે કે રાજા ચાર્લ્સની તસવીરો પોસ્ટેજ સ્ટેમ્પ પર રાણીની જગ્યાએ છપાશે.
 

Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Exit mobile version