News Continuous Bureau | Mumbai
NATO Chief Warning : નાટોના મહાસચિવ માર્ક રૂટે ભારત, ચીન અને બ્રાઝીલને રશિયા સાથે વેપાર ચાલુ રાખવા પર 100% ‘સેકન્ડરી સેક્શન’ લગાવવાની સીધી ધમકી આપી છે. તેમણે કહ્યું કે જો આ દેશો પુતિન પર યુદ્ધવિરામ માટે દબાણ નહીં લાવે તો તેમને ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ નિવેદનથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
NATO Chief Warning : નાટો મહાસચિવ માર્ક રૂટની ભારત, ચીન અને બ્રાઝીલને સીધી ધમકી
નાટો (NATO) ના મહાસચિવ માર્ક રૂટ (Mark Rutte) એ ભારત, ચીન અને બ્રાઝિલ જેવા મોટા દેશોને સીધી ધમકી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, તમે ચીનના રાષ્ટ્રપતિ હોવ કે ભારતના વડાપ્રધાન હોવ કે બ્રાઝીલના રાષ્ટ્રપતિ હોવ, પરંતુ જો તમે હજુ પણ રશિયા સાથે વેપાર કરી રહ્યા છો, તેમનું તેલ અને ગેસ ખરીદી રહ્યા છો અને મોસ્કોમાં બેઠેલા તે વ્યક્તિ (વ્લાદિમીર પુતિન) શાંતિ વાટાઘાટોને ગંભીરતાથી નથી લઈ રહ્યા, તો અમે 100% સેકન્ડરી સેક્શન (Secondary Sanctions) લગાવવાના છીએ..
માર્ક રૂટ, જે વિશ્વના શક્તિશાળી રાષ્ટ્રોના સંગઠન નાટોના વડા છે, તેમણે ચેતવણી આપી છે કે જો બ્રાઝીલ, ભારત અને ચીન રશિયા સાથે વેપાર ચાલુ રાખશે, તો તેમના પર 100% પ્રતિબંધો લાદવામાં આવશે. તેમણે કહ્યું કે આ પ્રતિબંધોનો ખૂબ જ મોટો ફટકો પડશે અને આ પ્રતિબંધો અમેરિકા (USA) દ્વારા આ દેશો પર લગાવવામાં આવશે. રૂટે એવું પણ કહ્યું છે કે આ દેશોએ પુતિન પર રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War) માટે યુદ્ધવિરામ કરવા માટે દબાણ કરવું જોઈએ.
NATO Chief Warning : પુતિન પર દબાણ લાવવાની અપીલ અને ગંભીર પરિણામોની ચેતવણી
મહાસચિવ માર્ક રૂટે આ ત્રણ દેશોના નેતાઓને સીધો સંદેશ આપ્યો છે: તમે વ્લાદિમીર પુતિન (Vladimir Putin) ને ફોન કરો અને તેમને કહો કે, શાંતિ વાટાઘાટોને ગંભીરતાથી લેવી પડશે. અન્યથા આના બ્રાઝીલ, ભારત અને ચીન પર વ્યાપક સ્વરૂપમાં ગંભીર પરિણામો આવશે. આ તેમનું ધમકીભર્યું નિવેદન છે, જેણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં હડકંપ મચાવી દીધો છે.
NATO Chief Warning : ટ્રમ્પની ધમકી અને નાટોના વડાનું સીધું નામકરણ
નોંધનીય છે કે, આ દરમિયાન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) પણ યુક્રેનને શસ્ત્રો આપવાની ઘોષણા કરી છે. તે જ સમયે, તેમણે એવી ધમકી પણ આપી હતી કે, જો 50 દિવસની અંદર યુદ્ધવિરામ પર સહમતિ નહીં થાય, તો રશિયા પાસેથી તેલ ખરીદનારા દેશો પર 100% ટેરિફ (Tariff) લાદવામાં આવશે. પરંતુ, ટ્રમ્પે કોઈપણ દેશનું નામ લીધું નહોતું. જ્યારે નાટોના પ્રમુખે સીધું નામ લઈને ધમકી આપી છે, જે આ મુદ્દાની ગંભીરતા દર્શાવે છે.
આ સમાચાર પણ વાંચો : Apache helicopter India : ભારતને ટૂંક સમયમાં મળશે AH-64E અપાચે હેલિકોપ્ટર્સની પ્રથમ ખેપ: પાકિસ્તાન બોર્ડર પર તૈનાત થવાની શક્યતા!
આ ઘટના દર્શાવે છે કે પશ્ચિમી દેશો યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે રશિયા પર અને તેના સહયોગી દેશો પર દબાણ વધારી રહ્યા છે. ભારતે રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે, જે પશ્ચિમી દેશોને પસંદ નથી. આ ધમકી ભારતના વિદેશ નીતિ અને આર્થિક હિતો માટે નવા પડકારો ઊભા કરી શકે છે.