ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 10 ડિસેમ્બર 2021
શુક્રવાર.
જો તમે શિયાળાની ઋતુમાં ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને એવી જગ્યાએ જવા માંગો છો કે જ્યાં તમે ઠંડીનો વધુ સારી રીતે આનંદ લઈ શકો, તો બજેટ ફ્રેન્ડલી એરલાઈન કંપની ઈન્ડિગો તમારા માટે એક ખાસ ઑફર લઈને આવી છે. ઈન્ડિગોએ ઘણા રૂટ પર નવી સીધી ફ્લાઈટની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે જો તમે શિલોંગ જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમને ઈન્ડિગો તરફથી 1400 રૂપિયાની ટિકિટ મળી રહી છે.
એરલાઈને 2 નવેમ્બર 2021થી શિલોંગ અને ડિબ્રુગઢ વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ કરી હતી. આ ફ્લાઇટની શરૂઆતી કિંમત 1400 રૂપિયા છે. ઈન્ડિગોએ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આ જાણકારી આપી છે. ટ્વિટર પર માહિતી આપતાં કંપનીએ જણાવ્યું કે, ડાયરેક્ટ કનેક્ટિવિટી મુસાફરીને સરળ બનાવશે અને તેની પ્રાકૃતિક સુંદરતા, સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિ માટે પ્રવાસીઓને અનોખો અનુભવ આપશે. આનાથી પ્રવાસીઓને મુસાફરી કરવાનું આયોજન કરવામાં પણ સરળતા રહેશે.
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન ફરી બન્યા પિતા, પત્ની કેરીએ પુત્રીને આપ્યો જન્મ
જો તમે પણ સસ્તી મુસાફરી કરવા માંગો છો તો તમે ઈન્ડિગોની વેબસાઈટ પર જઈને વિગતવાર માહિતી મેળવી શકો છો. આ સિવાય મુસાફરો એરલાઈનની ઓફિશિયલ વેબસાઈટ https://www.goindigo.in/ પર જઈને ઈન્ડિગો ફ્લાઈટ માટે ટિકિટ બુક કરાવી શકે છે.
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન ફરી બન્યા પિતા, પત્ની કેરીએ પુત્રીને આપ્યો જન્મ
ઉલ્લેખનીય છે કે પરિવહનના કોઈ સીધા માધ્યમો ઉપલબ્ધ ન હોવાને કારણે લોકોને શિલોંગ અને ડિબ્રુગઢ વચ્ચે મુસાફરી કરવા માટે રોડ અને ટ્રેન દ્વારા 12 કલાકની લાંબી મુસાફરી કરવાની ફરજ પડતી હતી. પરંતુ હવે માત્ર 75 મિનિટની ફ્લાઇટનો વિકલ્પ પસંદ કરીને બે શહેરો વચ્ચે સરળતાથી ઉડાન ભરી શકાશે.