Site icon

અવળચંડુ નેપાળ: સરહદ પર સેના ગોઠવી. જાણો કયા વિસ્તારમાં પહોંચ્યા સૈનિક….

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

04 સપ્ટેમ્બર 2020 

 ભારત-ચીન સરહદ પર તણાવ વધી રહ્યો છે એવાં સમયે નેપાળ સરકારે લીપુલેખ વિસ્તારમાં, ભારતીય સેનાની ગતિવિધિઓ પર નજર રાખવા માટે તેના દળોને ગોઠવી દીધા છે. લીપુલેખ એ ભારત, નેપાળ અને ચીન વચ્ચેનો ત્રિ-જંકશન વિસ્તાર છે, જે ઉત્તરાખંડમાં કાલાપાની ખીણની ટોચ પર સ્થિત છે. લિપુલેખમાં એનએપીએફની 44 બટાલિયન તૈનાત હતી. ભારત અને ચીન વચ્ચે તણાવ વધવાની સંભાવનાના ભયથી આગળના વિસ્તારોમાં લાંબા ગાળાના પેટ્રોલીંગ માટે નેપાળે પોતાની સેનાને હુકમો આપ્યાં છે.. ગયા અઠવાડિયે કેપી શર્મા ઓલીએ સરકારના ગૃહ મંત્રાલયે નેપાળી સશસ્ત્ર પોલીસ દળ (એનએપીએફ) ને ટ્રાઇ જંકશન પર દેખરેખ શરૂ કરવા નિર્દેશો જારી કર્યા હતા… 

આ બાજુ ચીને પણ, લીપુલેખ ખાતે તેના સૈન્યની સંખ્યામાં વધારો કર્યો છે. ત્યાં ટ્રાઇ-જંકશન પર 150 લાઇટ કમ્બાઈન્ડ આર્મ્સ બ્રિગેડ તૈનાત છે. ગયા મહિને જયાં  બ્રિગેડ તૈનાત કરવામાં આવી હતી ત્યાંથી , સરહદથી લગભગ 10 કિલોમીટર દૂર પાલામાં સૈન્યને વધુ મજબુત બનાવ્યું છે.

જુલાઈમાં પાલા નજીક આશરે 1000 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા અને ચીન દ્વારા ત્યાં કાયમી ચોકી બનાવવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, એક પખવાડિયા પહેલા જ આ ચોકી પર વધુ 2,000 જવાનો તૈનાત કરવામાં આવ્યા હતાં. આ સામે ભારતે પણ પોતાની સેનાને એલર્ટ રહેવાના આદેશ આપ્યાં છે. ઉલ્લેખનીય છે કે ભારત-નેપાળ વચ્ચે, કાઠમંડુ પાસેના વિસ્તાર પર ભારત દ્વારા 17,000 ફુટના માર્ગનું નિર્માણ હાથ ધરાયુ હતું. આ માર્ગ દ્વારા કૈલાસ માનસરોવર યાત્રાળુઓ માટે મુસાફરીનો સમય ટૂંકાવવાનો ભારતનો ઈરાદો હતો…

India-EU FTA Update: ટ્રમ્પના ટેરિફ વોર સામે પીએમ મોદીનો વળતો પ્રહાર! ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ; 27 જાન્યુઆરીએ દુનિયા જોશે ભારતની તાકાત
US-India Trade War,India: શું ભારત રશિયાના તેલથી વંચિત રહ્યું? અમેરિકાના 500% ટેરિફના લલકાર અને ‘રશિયા કનેક્શન’ કાપવાના દાવાએ મચાવ્યો ખળભળાટ
Donald Trump Air Force One: દુનિયાના સૌથી સુરક્ષિત વિમાનમાં ‘ગાબડું’! ટ્રમ્પના એર ફોર્સ વન ફેઈલ થતા ખળભળાટ; દાવોસ પહોંચતા પહેલા જ અધવચ્ચે અટક્યા રાષ્ટ્રપતિ
Donald Trump Board of Peace: વિશ્વયુદ્ધ કે વિશ્વશાંતિ? ડોનાલ્ડ ટ્રમ્પ હવે ‘આજીવન અધ્યક્ષ’ બનવા તરફ! સંયુક્ત રાષ્ટ્રનું અસ્તિત્વ ભૂંસવા ટ્રમ્પ લાવ્યા અનોખી ફોર્મ્યુલા
Exit mobile version