News Continuous Bureau | Mumbai
Nepal Earthquake: નેપાળ ( Nepal ) માં શુક્રવારે અડધી રાતે આવેલા ભૂકંપે ( Earthquake ) ભારે વિનાશ વેર્યો છે. આ ભૂકંપ આઠ વર્ષમાં આવેલો સૌથી ભયાનક ભૂકંપ છે, જેમાં અત્યાર સુધીમાં ૧૫૭ લોકોનાં મત થઈ ગયા છે અને મૃત્યુઆંક ( death toll ) હજુ વધવાની આશંકા છે. નેપાળના રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાાન કેન્દ્ર ( National Earthquake Science Center ) મુજબ રાતે ૧૧.૪૭ કલાકે આવેલા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જાજરકોટ જિલ્લામાં હતું અને રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા ૬.૪ નોંધાઈ હતી. ભૂકંપના આંચકા ભારતમાં છેક દિલ્હી-એનસીઆર ( Delhi NCR ) વિસ્તારમાં પણ અનુભવાયા હતા, જ્યાં લોકો ગભરાઈને ઈમારતો પરથી નીચે દોડી આવ્યા હતા અને આખી રાત ઊંચા જીવે પસાર કરી હતી.
#UPDATE | Death toll in Nepal earthquake rises to 128, Reuters cites Police https://t.co/osONTy4kty
— ANI (@ANI) November 4, 2023
નેપાળના અધિકારીઓએ જણાવ્યું કે, ભૂકંપની તીવ્રતા ગંભીર નહોતી, પરંતુ આ ક્ષેત્રમાં બાંધકામની નબળી ગુણવત્તાના કારણે મકાનોને ભારે નુકસાન થયું હતું અને મૃતકોની સંખ્યા વધી હતી. વધુમાં રાતના સમયે ભૂકંપ આવ્યો ત્યારે મોટાભાગના લોકો સુઈ ગયા હતા. તેથી રાહત કાર્ય શરૂ કરવામાં પણ વિલંબ થયો હતો.
નેપાળમાં આ પહેલાં વર્ષ ૨૦૧૫માં આવેલા બે ભૂકંપમાં અંદાજે ૯,૦૦૦ લોકો માર્યા ગયા હતા. અનેક વિસ્તારોમાં આખા કસ્બા, સદીઓ જૂના મંદિર અને અન્ય ઐતિહાસિક સ્થળો કાટમાળમાં પરિવર્તિત થઈ ગયા હતા. સાથે જ ૧૦ લાખથી વધુ ઘરોને નુકસાન થયું હતું.
ભૂકંપમાં જાજરકોટમાં અંદાજ ૯૯ લોકો માર્યા ગયા….
અધિકારીઓએ જણાવ્યું કે, શુક્રવારે અડધી રાતે આવેલા ભૂકંપમાં જાજરકોટમાં અંદાજ ૯૯ લોકો માર્યા ગયા છે જ્યારે ૫૫ લોકોને ઈજા પહોંચી છે. બીજી બાજુ રુકુમ પશ્ચિમ જિલ્લામાં ૩૮ લોકો માર્યા ગયા છે. જ્યારે ૮૫ લોકોને ઈજા પહોંચી છે. ભૂકંપના કારણે જાજરકોટ જિલ્લાના ત્રણ કસ્બા અને ત્રણ ગામમાં સૌથી વધુ અસર થઈ છે, જ્યાંની વસતી અંદાજે ૯૦,૦૦૦ જેટલી છે.
આ સમાચાર પણ વાંચોઃ Air India: આગામી છ મહિનામાં 30 નવા વિમાન સામેલ કરશે એરઇન્ડિયા? મુસાફરોની સુવિધા માટે કંપની ઘડી રહી છે આ પ્લાન!
નેપાળ આર્મીના પ્રવક્તા ક્રિષ્ના પ્રસાદ ભંડારીએ કહ્યું કે, સૈન્યે તાના જવાનોને એકત્ર કર્યા છે અને ઘટના સ્થળ પર બચાવ કાર્ય શરૂ કર્યું છે. નેશનલ અર્થક્વેક મોનિટરિંગ અને રિસર્ચ સેન્ટરે જણાવ્યું હતું કે શુક્રવાર રાતના ભૂકંપ પછી અંદાજે ૧૫૯ આફ્ટરશોક્સ નોંધાયા છે. અનેક લોકોએ આખી રાત ખુલ્લા મેદાનોમાં વિતાવી હતી, કારણ કે ભૂકંપના આંચકાઓથી તેમના મકાનોને વધુ નુકસાન થવાનો તેમને ભય છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, લોકોએ તૂટી પડેલી ઈમારતોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા રાતથી જ બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડે શનિવારે મેડિકલ ટીમ સાથે ભૂકંપ ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેઓ ઘટના સ્થળની મુલાકાત કરીને જાજરકોટથી સાત ઈજાગ્રસ્તો અને તેમના પરિવારના સભ્યો સાથે સુરખેત પાછા ફર્યા હતા. તેઓ જે લશ્કરી હેલિકોપ્ટરમાં જાજરકોટ આવ્યા હતા તેને ત્યાં જ બચાવ કાર્ય માટે રહેવા દીધું હતું.
આ ભૂકંપના આંચકા ૬૦૦ કિ.મી. દૂર દિલ્હી અને ઉત્તર ભારતના અનેક ભાગોમાં પણ અનુભવાયા હતા, જેનાથી ઈમારતો હચમચી ઊઠી હતી અને લોકો ગભરાટના માર્યા રસ્તા પર દોડી આવ્યા હતા. જોકે, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખડંમાં ભૂકંપના આંચકાઓથી નુકસાનના કોઈ સમાચાર નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ નેપાળમાં ભૂકંપથી થયેલી જાનહાનિ અને નુકસાનથી ઘણા દુ:ખી થયા છે. ભારત નેપાળના લોકો સાથે એકતા દર્શાવી શક્ય તમામ મદદ માટે તૈયાર છે. અમારી સંવેદનાઓ શોકાતુર પરિવારો સાથે છે.