Site icon News Continuous Bureau | Mumbai

Nepal Flash Flood Alert નેપાળ માં ફરી જળપ્રલયનું જોખમ, દાર્ચુલામાં ભૂસ્ખલનને કારણે હાઈએલર્ટ જાહેર

Nepal Flash Flood Alert નેપાળના દાર્ચુલા જિલ્લામાં ચૌલાની નદી પાસે ભૂસ્ખલન થવાથી નદીનો પ્રવાહ રોકાયો છે, જેના કારણે પ્રશાસને નીચાણવાળા વિસ્તારોમાં ભારે પૂરનો ખતરો જોતાં હાઈએલર્ટ જાહેર કર્યું છે.

Nepal Flash Flood Alert નેપાળ માં ફરી જળપ્રલયનું જોખમ, દાર્ચુલામાં ભૂસ્ખલનને કારણે હાઈએલર્ટ જાહેર

Nepal Flash Flood Alert નેપાળ માં ફરી જળપ્રલયનું જોખમ, દાર્ચુલામાં ભૂસ્ખલનને કારણે હાઈએલર્ટ જાહેર

News Continuous Bureau | Mumbai

Nepal Flash Flood Alert નેપાળમાં કુદરતી આપત્તિ બાદ હવે વધુ એક ખતરનાક સમાચાર સામે આવ્યા છે. દાર્ચુલા જિલ્લાના અપી હિમાલ ગ્રામીણ નગર પાલિકા ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં ભૂસ્ખલન શરૂ થયું છે, જેના કારણે ચૌલાની નદીનો પ્રવાહ ગંભીર રીતે પ્રભાવિત થયો છે. ડુંગરો પરથી માટી નો મોટો ઢગલો નદીમાં પડવાથી પાણીનો રસ્તો રોકાય ગયો છે. જો આ જ રીતે ભૂસ્ખલન ચાલુ રહેશે તો અચાનક પૂર આવી શકે છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Join Our WhatsApp Channel

Nepal Flash Flood Alert- પ્રશાસન દ્વારા તાકીદના આદેશ અને સુરક્ષા દલોની તૈનાતી

સ્થિતિની ગંભીરતાને જોતાં સ્થાનિક પ્રશાસને નદી કિનારે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપી છે. સુરક્ષા દળના જવાનોને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યા છે જેઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. સુદૂરપશ્ચિમ પ્રદેશના મુખ્યમંત્રી એ પણ તમામ સુરક્ષા એજન્સીઓને સ્ટેન્ડબાય રહેવા અને આપત્તિ વ્યવસ્થાપન માટે ઈમરજન્સી નંબરો જાહેર કરવાના આદેશ આપ્યા છે.

Nepal Flash Flood Alert- ચૌલાની નદી અને મહાકાલી નદી વચ્ચેનું જોખમ

ચૌલાની નદીને ચમેલિયા નદી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે અપી હિમાલ ક્ષેત્રમાંથી નીકળીને આગળ મહાકાલી નદીને મળે છે. મહાકાલી નદી ભારત અને નેपाળ વચ્ચે સરહદ બનાવે છે, તેથી અહીં આવતી કોઈપણ આપત્તિ બંને દેશો માટે ચિંતાનો વિષય બને છે. હાલ નદીનું જળસ્તર સામાન્ય છે પરંતુ સતત વરસાદ અને માટીના ઢગલા પડવાને કારણે ગમે ત્યારે મોટો ખતરો સર્જાઈ શકે છે.

Nepal Flash Flood Alert- સતત વરસાદ અને હાઈડ્રોપાવર બેઝથી નજર

સશસ્ત્ર પોલીસ દલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ પાણીનું સ્તર કાબૂમાં છે પરંતુ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ચમોલિયા હાઈડ્રોપાવર સૂરક્ષા બેઝમાંથી કર્મચારીઓને મોકલીને પાણીના પ્રવાહ અને ગતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે રાહત અને બચાવ કામગીરીમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.

👉 આ સમાચાર વાચો:
Donald Trump વ્યાજ દર ઘટાડો અથવા વેપાર બંધ કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની ફેડરલ રિઝર્વને ધમકી

Europe Youth Protests 6 Countries શું યુરોપ ફરી મોટા બળવાની દિશામાં? ફ્રાન્સ અને સ્પેન સહિત ૬ દેશોમાં લાખો યુવાનો રસ્તા પર જાણો કેમ સળગી ઉઠ્યા શહેરો!
Rawan Dahan ‘લંકેશની લંકા’માં કેવી રીતે ઉજવાય છે દશેરા? શું શ્રીલંકામાં પણ થાય છે રાવણ દહન? જાણો વાસ્તવિકતા
US Secretary Of State India Visit અમેરિકી વિદેશ મંત્રી ચાર મહિનામાં બીજી વાર ભારતની મુલાકાતે દિલ્હી છોડી મુંબઈજામનગર કેમ જઈ રહ્યા છે? જાણો મોટું કારણ
Netanyahu Remarks On Trump And India “અમેરિકા પર સંપૂર્ણ ભરોસો ન રખાય!” ઇઝરાયલ ચૂંટણી પહેલાં નેતન્યાહૂની ભવિષ્યવાણી ભારતઇઝરાયલ વ્યૂહાત્મક ડીલનું નવું ગણિત
Exit mobile version