ઉત્તરાખંડના હરિદ્વાર મહાકુંભ મેળામાં આજે બીજું શાહી સ્નાન ચાલી રહ્યું છે.
આ શાહી સ્નાનમાં તમામ અખાડાના સાધુ સંતો સહિત સામાન્ય શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે.
દરમિયાન નેપાળના અંતિમ રાજા જ્ઞાનેન્દ્ર વીર સિંહ શાહ મહાકુંભમાં શાહી સ્નાન કરવા હરિદ્વાર પહોંચ્યા છે.
નેપાળના રાજા દક્ષિણી કાલી મંદિરમાં નિરંજની અઘરાના આચાર્ય મહામંડલેશ્વર કૈલાશાનંદ ગિરી પ્રાર્થના કરી રહ્યા છે.