News Continuous Bureau | Mumbai
Nepal Plane crash: નેપાળના કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે એક પ્લેન ક્રેશ થયું હતું. કાઠમંડુથી પોખરા જઈ રહેલું સૂર્યા એરલાઈન્સનું વિમાન 19 મુસાફરોને લઈને ટેકઓફ કર્યા બાદ જમીન પર લપસી ગયું હતું અને તેમાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં 18 મુસાફરોએ જીવ ગુમાવ્યો છે અને એક પાયલોટને બચાવી લેવામાં આવ્યો છે.
Nepal Plane crash: ટેકઓફ કર્યા બાદ તરત જ જમીન પર પડી ગયું
દરમિયાન દુર્ઘટના પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે પ્લેન રનવે પર ટેકઓફ કર્યા બાદ તરત જ જમીન પર પડી જાય છે અને આગ પકડી લે છે.
टेकऑफ़ के दौरान नेपाल के काठमांडू में विमान दुर्घटना का लाइव फुटेज। अब तक 18 की मौत ।
विमान के पायलट को गंभीर हालत में अस्पताल में भर्ती कराया गया। विमान शोर्य एयरलाइंस का था।#नेपाल #शौर्यएयरलाइंस #विमानदुर्घटना#PlaneCrash #Nepal #ShoryaAirlines pic.twitter.com/udSlYePLMg— Prabhashker Saxena (@PrabhatKum64567) July 24, 2024
જણાવી દઈએ કે પ્લેન રનવેના દક્ષિણી છેડેથી ટેકઓફ કરી રહ્યું હતું. અચાનક જહાજ પલટી ગયું અને આંચકા લીધા પછી જમીન પર પટકાયું. તે જમીન પર પટકાતાની સાથે જ એરક્રાફ્ટમાં આગ લાગી હતી અને તે પછી રનવેની પૂર્વ બાજુએ એક ખાઈમાં પડી ગયું હતું. અકસ્માત બાદ આખા એરપોર્ટ પર ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા હતા. પોલીસ અને અગ્નિશામક દળ દુર્ઘટના સ્થળે બચાવ કામગીરીમાં લાગેલા છે.
આ સમાચાર પણ વાંચો : Plane crash: કાઠમંડુમાં એરપોર્ટ પર થયું પ્લેન ક્રેશ, પછી ફાટી નીકળી ભીષણ આગ.. 19 મુસાફરો સવાર હતા; જુઓ વિડીયો
કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન બોમ્બાર્ડિયર CRJ-200ER હતું જેનું નિર્માણ વર્ષ 2003માં થયું હતું. એરલાઈન સ્ટાફ પ્લેનને સમારકામ માટે લઈ જઈ રહ્યો હતો. એરલાઈન્સે કહ્યું છે કે પ્લેન પોખરા જઈ રહ્યું હતું જેથી સમારકામ બાદ તેનું ટેક્નિકલ ઈન્સ્પેક્શન થઈ શકે. પ્લેન રનવે 2 પરથી ટેકઓફ થયું અને ક્રેશ થયું.
Nepal Plane crash: અકસ્માતનું કારણ સામે આવ્યું
વિમાન દુર્ઘટના અંગેની પ્રાથમિક માહિતીમાં કહેવામાં આવ્યું છે કે વિમાને ખોટો વળાંક લીધો હતો. વિમાને ટેકઓફ કર્યા પછી ડાબે વળવાનું હતું અને તેના બદલે જમણે વળ્યું અને ટેક ઓફની એક મિનિટમાં ક્રેશ થયું.