અહો આશ્ચર્યમ્ !! નેપાળના વડા પ્રધાન કે.પી. ઓલીના બદલાયા સુર, રૉ ચીફને મળ્યા બાદ ટ્વિટ કર્યો જૂનો નકશો.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
24 ઓક્ટોબર 2020

ચીનને કારણે પોતાના દેશમાં ઘેરાયેલ નેપાળના વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીએ ભારતીય ગુપ્તચર એજન્સી આરએડબલ્યુ (RAW) ના વડાને મળ્યા બાદ કાઠમંડુ સૂર બદલી રહયું હોય તેવું લાગે છે. નેપાળી વડાપ્રધાન એ વિજયાદશમીની શુભેચ્છા આપતું ટ્વીટ કર્યું છે તેમાં તેમણે નેપાળના જૂના નકશાનો ઉપયોગ કર્યો છે. હકીકતમાં, નેપાળ અને ભારત વચ્ચેના તાજેતરના વિવાદનું મૂળ એ નેપાળનો નવો નકશો છે જેમાં નેપાળે ભારતીય પ્રદેશો પોતાના હોવાનો દાવો કર્યો છે.

 

ભારત-નેપાળ સરહદ વિવાદ અંગે ભારતે કડક વલણ અપનાવ્યું  છે. સંશોધન અને વિશ્લેષણ વિંગ (આરએડબ્લ્યુ) ના વડા સામંત કુમાર ગોયલને મળ્યા બાદ ઓલિના સુર બદલાયા છે. એટલું જ નહીં, ભારતીય સેનાના ચીફ જનરલ નરવણે પણ આવતા મહિને નેપાળની મુલાકાતે જનાર છે.

ઉપરોક્ત મુલાકાત બાદ નેપાળના શાસક પક્ષના ઘણા નેતાઓએ પીએમ ઓલી પર રાજદ્વારી નિયમો તોડવાનો આરોપ લગાવ્યો છે. નેપાળની શાસક સામ્યવાદી પાર્ટીના નેતા ભીમ રાવલે કહ્યું કે, રૉ ચીફ ગોયલ અને વડા પ્રધાન ઓલી વચ્ચેની મુલાકાત રાજદ્વારી નિયમોની વિરુધ્ધ હતી અને તે નેપાળના રાષ્ટ્રીય હિતોને જોખમમાં મૂકનારી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More