ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર
નેપાળમાં મોટી રાજનૈતિક રમત રમાઈ ગઈ છે. છેલ્લા ઘણા સમયથી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી અને વડાપ્રધાન વચ્ચે જોરદાર લડાઈ ચાલુ હતી. હવે આ લડાઈમાં નવો વળાંક આવ્યો છે. જે મુજબ પુષ્પકમલ દહલ એટલે કે પ્રચંડ ના નેતૃત્વ વાળી 'સી પી એન' પાર્ટી દ્વારા ઓલી સરકારનું સમર્થન પાછું લઈ લેવામાં આવ્યું છે.
આ પગલાં ભરતા ની સાથે જ ઓલી સરકાર હવે લઘુમતીમાં આવી ગઇ છે.
બીજી તરફ પ્રધાનમંત્રી ઓલી પોતાની સરકારને બચાવવા માટે વિપક્ષના નેતા નેપાળી કોંગ્રેસ ના અધ્યક્ષ પાસે પહોંચી ગયા છે.
ઉલ્લેખનીય છે કે 20 ડીસેમ્બર ના રોજ વડાપ્રધાન ઓલીએ સંસદને ભંગ કરી નાખી અને ત્યારબાદ નેપાળમાં રાજનૈતિક સંકટ પેદા થયું.