News Continuous Bureau | Mumbai
Operation Dunki: નેપાળ પોલીસે માનવ તસ્કરીના રેકેટનો ( human trafficking racket ) પર્દાફાશ કરતા આઠ ભારતીય માફિયાઓની તેમના ( Nepal ) નેપાળી સહયોગીઓ સાથે ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગે વિદ્યાર્થીઓ સહિત 11 ભારતીયોને ( Indians ) અમેરિકા મોકલવાના વચન આપી તેમને બંધક ( Indian Hostage ) બનાવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, કાઠમંડુના ( Kathmandu ) બહારના ભાગમાં ભાડાના મકાનમાં 11 લોકોને બે અઠવાડિયાથી વધુ સમયથી બંધક બનાવવામાં આવ્યા હતા. કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ પોલીસ રેન્જ ટીમે માહિતી મળતા તેના આધારે ઓપરેશન શરૂ કર્યું હતું અને બુધવારે રાતથી દરોડા પાડ્યા હતા.જેમાં બંધકોને બચાવી લેવામાં આવ્યા છે. અને તમામ ગેંગના સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.
નેપાળ પોલીસના ( Nepal Police ) એક નિવેદનમાં જણાવ્યા અનુસાર, બચાવી લેવામાં આવેલા તમામ લોકો અને આરોપી સભ્યો પંજાબ અને હરિયાણાના રહેવાસી હતા. નેપાળ પોલીસે આને ઓપરેશન ડંકી નામ આપ્યું છે.
બચાવવામાં આવેલા ભારતીય નાગરિકોમાં, મોટાભાગે વિદ્યાર્થીઓ જ હતા…
પ્રાપ્ત માહિતી મુજબ, ઇન્ટેલિજન્સ ઇનપુટની મળતી માહિતીના આધારે કાર્યવાહી કરીને, રાતોપુલના ધોબીખોલા કોરિડોરમાં નેપાળી નાગરિકના ખાનગી નિવાસસ્થાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા બાદ પોલીસને ત્યાં તમામ 11 ભારતીય નાગરિકો મળ્યા હતા અને તેમનો બચાવ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, એવુ જાણવા મળ્યું છે કે, બંધક નાગરિકોને મેક્સિકો થઈને અમેરિકા મોકલવાના બહાને બંધક બનાવવામાં આવ્યા હતા.
એક મિડીયા રિપોર્ટ અનુસાર, બચાવવામાં આવેલા ભારતીય નાગરિકોમાં, મોટાભાગે વિદ્યાર્થીઓ જ હતા., તેમજ આ તમામ ભારતીય નાગરિકોને માફિયાના સભ્યો સહિત એજન્ટો દ્વારા વિદ્યાર્થીઓને અમેરિકા મોકલવાના ખોટા વચનો આપી. દરેક વ્યક્તિ પાસેથી રૂ. 45 લાખ અને કાઠમંડુમાં તેમના આગમન પર US$ 3000 ચાર્જ વસૂલવામાં આવતા હતા. જિલ્લા પોલીસ વડા અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક ભૂપેન્દ્ર બહાદુર ખત્રીએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, નેપાળી કાયદા મુજબ અપહરણ, બંધક બનાવવા અને માનવ તસ્કરી સંબંધિત કલમો હેઠળ દરેક આરોપીઓ સામે કેસ નોંધવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Versova-Dahisar Coastal Road: મુંબઈના આ પ્રોજ્કટથી વર્સોવાથી દહિસરની મુસાફરી હવે સરળ બનશે, ટ્રાફિકમાં પણ મળશે રાહત..
પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, લોજિસ્ટિક્સ સેવાઓ પૂરી પાડવામાં મદદ કરનાર નેપાળના સાથીદારની પણ ધરપકડ કરવામાં આવી છે. બચાવી લેવામાં આવેલા ભારતીય નાગરિકો નેપાળ પોલીસ દ્વારા ગોઠવવામાં આવેલી કાઠમંડુની એક હોટલમાં રોકાયા છે અને ભારતીય દૂતાવાસ, વિદેશ મંત્રાલય અને અન્ય સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ તેમને ભારત પરત મોકલવામાં આવશે. કહેવાય છે કે, જ્યારે બંધકો બે અઠવાડિયાથી વધુ સમય સુધી ભાડાના મકાનમાં રહ્યા હતા, ત્યારે તેઓને માનસિક અને શારીરિક ત્રાસ પણ આપવામાં આવ્યો હતો, તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી અને રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. તેથી હાલ તમામ બંધકો પ્રાથમિક સારવાર પણ કરવામાં આવી રહી છે. તેમજ પોલીસે આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.