ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 ઓક્ટોબર 2020
સામ્યવાદી ચીનના ઇશારે નાચતા નેપાળના વડા પ્રધાન કે.પી.શર્મા ઓલીએ ફરી એકવાર અયોધ્યાનો રાગ છેડ્યો છે. નેપાળના વડા પ્રધાન ભારતના અયોધ્યા શહેરને બનાવટી ગણાવે છે અને હવે નેપાળના ચિતવન જિલ્લામાં 40 એકરમાં 'અયોધ્યાપુરી ધામ' બનાવશે. આ માટે જમીન પણ ફાળવવામાં આવી છે. આ પહેલા ઓલીએ ભારતની અયોધ્યાને બનાવટી ગણાવી હતી અને દાવો કર્યો હતો કે અસલી અયોધ્યા નેપાળના ચિતવન જિલ્લાના માડીમાં આવેલી છે.
ઓલીએ જણાવ્યું હતું કે ભારતે બનાવટી અયોધ્યા બનાવી હતી , અયોધ્યાપુરી ધામના નિર્માણ માટેનો વાસ્તવિક માસ્ટર પ્લાન નેપાળ માટે ઘડાયો હતો. આ અંગેનો વિગતવાર અહેવાલ જલ્દી જ તૈયાર કરવામાં આવશે. અહીં નોંધપાત્ર વાત એ છે કે ઓલીના નિવેદનનો ભારતમાં જ નહીં, નેપાળમાં પણ જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. થોડા સમય અગાઉ પણ ઓલીએ ભગવાન રામનું જન્મસ્થળ નેપાળમાં હોવાનું જણાવીને માડીમાં રામ મંદિર બનાવવાનું નક્કી કર્યું હતું.
તમને જણાવી દઈએ કે ગયા મહિને ઓલીએ દાવો કર્યો હતો કે ભારતે સાંસ્કૃતિક અતિક્રમણ માટે નકલી અયોધ્યા બનાવી છે. જ્યારે, અસલી અયોધ્યા નેપાળમાં છે. ઓલીએ દલીલ કરી હતી કે જો ભારતની અયોધ્યા વાસ્તવિક છે તો રાજકુમાર લગ્ન માટે જનકપુર કેવી રીતે આવી શકે…? તેમના આ નિવેદનની માત્ર ભારતમાં જ નહીં પણ નેપાળમાં પણ ભારે ટીકા થઈ હતી..