ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 સપ્ટેમ્બર 2020
નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત સાથેના સીમા વિવાદ નો ઉલ્લેખ કર્યો હતો. પાડોશી દેશ ચીનના ઈશારે નાચતા ઓલીએ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં મોઘમ સ્વરે કહ્યું કે 'અમે અમારા પાડોશી દેશ સાથે શાંતિથી રહેવા માંગીએ છીએ.'
સરહદ વિવાદ અંગે વાટાઘાટો ચાલુ રાખી ભારતે પણ દોસ્તી ના સંબંધો ચાલુ રાખ્યાં છે. સરહદ વિવાદ વચ્ચે ભારતે નેપાળને મોટો સોદો આપ્યો છે. બંને દેશો વચ્ચે હવે રેલ સેવા શરૂ થઈ રહી છે. ભારતે નેપાળને બે આધુનિક ટ્રેનો સોંપી છે, જે ડિસેમ્બરના મધ્યભાગથી બિહારના જયનગર અને ધનુષા જિલ્લાના કુર્થા વચ્ચે દોડશે. કોંકણ રેલ્વેએ બે આધુનિક ડીઝલ – ઇલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ (ડેમયુ) ટ્રેનને નેપાળ રેલ્વેને જયનગર-કુર્થા બ્રોડગેજ લાઇન માટે સોંપ્યા છે.
નોંધપાત્ર વાત એ છે કે, કેટલાક મહિના પહેલા નેપાળની સંસદે એક નકશો બહાર પાડ્યો હતો, જેમાં ભારતીય ક્ષેત્રને પોતાનો ગણાવ્યો હતો. નેપાળના તે પગલાનો ભારતે સખત વિરોધ નોંધાવ્યો હતો. સહુ કોઈ જાણે છે કે નેપાળ થોડા દિવસોથી ચીનની ભાષા બોલે છે અને તે જ માર્ગે ચાલે છે. નેપાળે એક નકશો બહાર પાડ્યો હતો, જેમાં લીપુલેખ, કલાપાની અને લિમ્પીયાધુરાને પોતાનું ગણાવ્યું છે, જ્યારે આ ક્ષેત્ર ભારતનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે..
