Site icon

Dick Schoof PM Modi: નેધરલેન્ડના પ્રધાનમંત્રી ડિક શૂફે PM મોદીને કર્યો ફોન, દ્વિપક્ષીય ભાગીદારીને વધારવા અને આ ક્ષેત્રોમાં સહકાર અંગે કરી ચર્ચા..

Dick Schoof PM Modi: નેધરલેન્ડના પ્રધાનમંત્રી ડિક શૂફે પીએમ નરેન્દ્ર મોદીને ફોન કર્યો. નેતાઓએ ભારત અને નેધરલેન્ડ વચ્ચે વિશ્વસનીય અને મૂલ્યવાન ભાગીદારીને રેખાંકિત કરી. નેતાઓએ દ્વિપક્ષીય ભાગીદારીને વધુ ગાઢ અને ઉન્નત બનાવવાની રીતો પર ચર્ચા કરી

Netherlands Prime Minister Dick Schoof called PM Narendra Modi

Netherlands Prime Minister Dick Schoof called PM Narendra Modi

News Continuous Bureau | Mumbai

Dick Schoof PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ મિસ્ટર ડિક શૂફનો ટેલિફોન કૉલ આવ્યો હતો.  

Join Our WhatsApp Community

બંને નેતાઓએ ભારત અને નેધરલેન્ડ ( Dick Schoof ) વચ્ચેની વિશ્વસનીય અને મૂલ્યવાન ભાગીદારી પર ભાર મૂક્યો હતો જે લોકશાહી અને કાયદાના શાસનમાં સહિયારા મૂલ્યો અને વિશ્વાસ પર આધારિત છે.

તેઓએ પાણી, કૃષિ, આરોગ્યના ક્ષેત્રોમાં હાલના સહકારને ( India Netherlands ) વધુ ગાઢ બનાવવાની રીતો પર ચર્ચા કરી. બંને દ્વિપક્ષીય ભાગીદારીને ( Bilateral Partnership ) વધારવા અને વેપાર, સંરક્ષણ, સુરક્ષા, નવીનતા, ગ્રીન હાઇડ્રોજન અને સેમિકન્ડક્ટર સહિતના વિવિધ ક્ષેત્રોમાં વ્યૂહાત્મક પરિમાણ પ્રદાન કરવા સંમત થયા હતા. બંનેએ શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં લોકો વચ્ચેના સંબંધો અને આદાન-પ્રદાન કરવા પર ભાર મૂક્યો હતો.

બંને નેતાઓએ ( Narendra Modi ) પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું અને શાંતિ, સુરક્ષા સહયોગ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે કામ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

આ સમાચાર પણ વાંચો : National Painting Competition: ‘રાષ્ટ્રીય ચિત્રકલા પ્રતિયોગીતા ૨૦૨૪નું આયોજન.. સુરતના વિદ્યાર્થી મકવાણા ક્રિષ્નાને મળ્યું ચોથું સ્થાન, ઉપરાષ્ટ્રપતિએ આપ્યું આ ઇનામ..

બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Mark Zuckerberg: માર્ક ઝકરબર્ગ નામના વકીલે માર્ક ઝકરબર્ગ સામે કર્યો કેસ; કારણ જાણીને તમને પણ લાગશે નવાઈ
Onion Price: મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી યોજના
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Exit mobile version