News Continuous Bureau | Mumbai

US-India Relations:ઈરાન સાથે યુદ્ધના ભણકારા વચ્ચે ટ્રમ્પ-ગોરની મુલાકાત: ભારત વિશે આપ્યું મોટું નિવેદન, દુનિયાની નજર અટકી!

US-India Relations:વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ઓવલ ઓફિસમાં થઈ ખાસ બેઠક; ટ્રમ્પ ભારત સાથેના સંબંધોને ખૂબ જ ગંભીરતાથી લે છે - સર્જિયો ગોર.

US-India Relations: Ambassador Sergio Gor meets President Trump; Says Trump places "Extreme Importance" on ties with India.

News Continuous Bureau | Mumbai
US-India Relations:ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા સૈન્ય તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિની વચ્ચે, ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી છે. વ્હાઇટ હાઉસમાં થયેલી આ મહત્વની બેઠક બાદ ગોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને કેટલી ઊંચાઈએ જુએ છે.

ટ્રમ્પ ભારત સાથેના સંબંધોને ‘અત્યંત મહત્વ’ આપે છે

સર્જિયો ગોરે વ્હાઇટ સર્જિયો ગોરે વ્હાઇટહાઉસના ઓવલ ઓફિસમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથેની એક તસવીર પોસ્ટ કરી છે. ગોરે લખ્યું, “થોડા દિવસો માટે યુએસ પાછો આવ્યો છું અને સૌથી પહેલા વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ સાથે મુલાકાત થઈ. રાષ્ટ્રપતિ યુએસ અને ભારત વચ્ચેના સંબંધોને ખૂબ જ વધારે અહેમિયત આપે છે.” યુદ્ધના આ સમયગાળામાં અમેરિકા દ્વારા ભારત વિશે અપાયેલું આ નિવેદન કૂટનીતિક રીતે ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Fuel Price Hike:જનતાના ખિસ્સા પર પેટ્રોલ બોમ્બ: પ્રીમિયમ પેટ્રોલમાં સીધો ₹11નો તોતિંગ વધારો, આજથી જ ભાવ લાગુ!

જાન્યુઆરીમાં સંભાળ્યો હતો ભારતનો કાર્યભાર

નોંધનીય છે કે સર્જિયો ગોરે આ વર્ષે જાન્યુઆરીમાં ભારતમાં અમેરિકી રાજદૂત (US Ambassador) તરીકેનો પદભાર સંભાળ્યો હતો. તે પહેલા તેમણે વ્હાઇટ હાઉસ પ્રેસિડેન્શિયલ પર્સનલ ઓફિસના ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે. ગોર દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતો માટે અમેરિકાના વિશેષ દૂત તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેમની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે મધ્ય-પૂર્વના સંકટને કારણે વૈશ્વિક તેલ અને ગેસ સપ્લાય ખોરવાઈ છે અને ભારત તેની અસરોનો સામનો કરી રહ્યું છે.

us-india-relations-ambassador-sergio-gor-meets-president-trump-says-trump-places-extreme-importance-on-ties-with-india

 

ભારત-અમેરિકા સંબંધો અને વૈશ્વિક રાજનીતિ

નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતને માત્ર એક વ્યાપારી ભાગીદાર તરીકે નહીં, પરંતુ એશિયામાં એક મજબૂત વ્યૂહાત્મક મિત્ર તરીકે જોઈ રહ્યું છે. ખાસ કરીને ઈરાન સાથેના સંઘર્ષમાં ભારતની તટસ્થતા અને રશિયા સાથેના તેના સંબંધો વચ્ચે અમેરિકા ભારતનો સાથ ઈચ્છે છે. સર્જિયો ગોરની આ મુલાકાતથી એ સંકેત મળે છે કે આવનારા સમયમાં બંને દેશો વચ્ચે રક્ષણ અને ઉર્જા ક્ષેત્રે નવા કરારો થઈ શકે છે.

Pakistan Cargo Plane Missing પાકિસ્તાનનું કાર્ગો વિમાન રડાર પરથી અચાનક ગાયબ, અરબ સાગરમાં ક્રેશ થયું હોવાની મોટી આશંકા
Iran America War મધ્ય પૂર્વમાં મહાવિનાશના સંકેત! ટ્રમ્પે ઈરાનને ‘કેન્સર’ ગણાવ્યું, સામે ઈરાનનો પલટવાર ‘અમે યુદ્ધ માટે તૈયાર છીએ’
US Iran deal cancelled Trump announcement પાકિસ્તાનની મધ્યસ્થતા નિષ્ફળ ગઈ, ટ્રમ્પે ઈરાન સાથેનો કરાર ખતમ કરવાની કરી જાહેરાત
Iran retaliates against US air strikes મધ્ય પૂર્વમાં યુદ્ધ વકર્યું, અમેરિકી બૉમ્બમારા બાદ ઈરાને મિસાઈલો અને ડ્રોન વડે વળતો પ્રહાર કર્યો
Exit mobile version