બ્રિટનમાં કોરોનાના નવા ડેલ્ટા વેરિઅન્ટના કારણે કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
જેને પગલે સરકાર કોરોનાના કારણે મુકાયેલા પ્રતિબંધ એક મહિનો લંબાવાય તેવુ મનાઈ રહ્યુ છે.
બ્રિટિશ પીએમ બોરિસ જોનસન પ્રતિબંધો હટાવવા માટે સોમવારે જાહેરાત કરવાના છે પણ હવે પ્રતિબંધ હટાવવા માટે કદાચ વધારે સમય સરકાર લેશે તેવુ લાગી રહ્યુ છે.
જોકે પીએમ ઓફિસ તરફથી લોકડાઉન લંબાવવા અંગે કોઈ ટિપ્પણી હજી સુધી કરવામાં આવી નથી.
મહત્વની વાત એ છે કે, બ્રિટનમાં ઘણા ખરા નાગરિકોને રસી મુકાઈ ગઈ છે .આમ છતા કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે.
પાકિસ્તાનની વિચિત્ર સમસ્યા, એક વર્ષમાં એક લાખ ગધેડા વધ્યા; જાણો પાકિસ્તાન કઈ રીતે વિસામણમાં મુકાયું
