રાફેલ સોદામાં તપાસ માટે ફ્રાંસમાં એક જજની નિયુક્તિ કરવામાં આવી છે.
ફ્રાન્સના પબ્લિક પ્રોસિક્યૂશન સર્વિસિજના ફાઈનાન્શિયલ ક્રાઈમ બ્રાન્ચને કહ્યું કે આ ડીલને લઈને ભ્રષ્ટાચાર અને પક્ષપાતના આરોપની તપાસ કરવામાં આવશે.
આ પગલું એટલે ભરવામાં આવ્યું છે કારણ કે ફ્રેન્ચ એનજીઓ શેરપાએ આ મામલામાં ફરિયાદ નોંધાવી હતી અને ફ્રેન્ચ પબ્લિકેશન મીડિયાપાર્ટે આ મામલામાં અનેક રિપોર્ટ પ્રકાશિત કર્યા હતા.
વર્ષ 2018માં શેરપાએ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ ત્યારે પીએનએફે આને ફગાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે રાફેલ ફાઈટર જેટની ડીલ 7.8 બિલિયન યુરોમાં કરાઈ હતી.