ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,4 જાન્યુઆરી 2022
મંગળવાર.
દુનિયાભરમાં કોરોનાનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, તેમાં હવે વધુ ચિંતા ઉપજાવનારી માહિતી બહાર આવી છે. ઓમીક્રોન બાદ વૈજ્ઞાનિકોએ હવે નવો વેરિયન્ટ શોધી કાઢયો છે. વેરિયન્ટ IHU એ લગભગ 46 વખત મ્યુટ થયો છે. આટલી વખત સ્વરૂપ બદલયું હોવાથી તે વધુ ચેપી હોવાની શક્યતા છે. તેમ જ જુદી જુદી વૅક્સિનને પણ નહીં ગણકારે એવી શક્યતા છે. તે વૅક્સિનને પણ માત આપી દેશે એવી ચિંતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.
કોરાના વેરિયન્ટ IHUની શોધ ફ્રાંસમાં થઈ છે. એક ઈંગ્લિશ મીડિયાના અહેવાલ મુજબ ફ્રાંસના મારસૈલમા આ વેરિયન્ટના 12 દર્દી મળ્યા છે. આફ્રિકાના કેમરૂનથી આવેલા પ્રવાસીઓમાં આ નવો વેરિયન્ટ જોવા મળ્યો છે. ફ્રાંસમાં ઓલરેડી ઓમાઈક્રોને કાળો કેર વર્તાવેલો છે. તેમાં હવે આ નવા વેરિયન્ટનો ઉમેરો થયો છે.
અમેરિકામાં કોરોનાની સુનામી, સંરક્ષણ પ્રધાન પણ થયા સંક્રમિત; અહીં રોજના અધધ લાખથી વધારે કેસ આવે છે સામે.
નવો વેરિયન્ટ ચોક્કસ કેટલા પ્રમાણમાં જોખમી છે અને ચેપી હશે તે હજી કહેવાય નહીં એવો ડર પણ સંશોધકોએ વ્યક્ત કર્યો હતો. હાલ ફ્રાંસમાં 60 ટકા દર્દી ઓમીક્રોન ના છે . ફ્રાંસમાં આ નવા વેરિયન્ટનો શોધ 10 ડિસેમ્બરના થયો હતો. હાલ જોકે આ વેરિયન્ટનો ફેલાવો મર્યાદિત છે. જોકે આ વેરિયન્ટ અન્ય દેશમાં પણ ફેલાયો છે કે તેની તપાસ વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેન(હુ) કરી રહી છે. વેરિયન્ટ IHUને વેરિયન્ટ B.1640.2 એવું નામ આપવામાં આવ્યું છે. વેરિયન્ટ કાંગોમાં સપ્ટેમ્બર મહિનામાં મળી આવ્યું હતું. આ વેરિયન્ટ E484Kના મ્યુટેશશનથી તૈયાર થયો છે. તેથી તેના પર વેક્સિનની કોઈ અસર જણાતી નથી. તેથી જોખમ વધી ગયું છે.

Leave a Reply