તમને જાણીને આશ્ચર્ય થશે શે પરંતુ વાસ્તવિકતા એવી છે કે ન્યુયોર્ક શહેરમાં ( New York city ) એક કરોડથી વધારે ઉંદરો છે. આ ઉંદરોની ( rats ) સંખ્યા બે વર્ષમાં 40% જેટલી વધી ગઈ છે. પરિણામ એવું છે કે શહેરની ગલીઓમાં, દરેક ગટરમાં, કચરાના ઢગલામાં અને લોકોના ઘરના રસોડામાં ઉંદરો ઘૂસી જાય છે.
હવે આ ઉંદરોને પકડવા માટે તંત્રએ ડોગ્સ સ્ક્વોડ બનાવ્યું છે. આ કુતરાઓ ઉંદરને જોતા જ તેના પર હુમલો કરે છે અને તેને મારી નાખે છે. ન્યૂયોર્ક શહેરમાં ઉંદરોની વસ્તી 80 લાખ જેટલી હતી જે હવે વધીને એક કરોડથી વધુ છે. આ ઉંદરોને મારવા માટે નવી નવી સિસ્ટમ અને નવા હથિયારો પણ શોધવામાં આવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: Banking News : શું તમારું ‘આ’ સરકારી બેંકમાં ખાતું છે? પોતાના ગ્રાહકો માટે બેંકે નિયમો હળવા કર્યા.
હાલ ન્યુયોર્કમાં ઉંદર પકડનાર વ્યક્તિને 120 થી 170 હજાર ડોલર જેટલો પગાર આપવામાં આવે છે. એટલે કે આ પગાર 97 લાખ રૂપિયાથી શરૂ કરી અને દોઢ કરોડ રૂપિયા જેટલો થાય છે.