ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
8 એપ્રિલ 2021
ગુરૂવાર
વિશ્વના જૂજ દેશો એવા છે જેઓ કોરોનાના મોટા પ્રભાવથી બચી શક્યા છે. આમાંના એક દેશનું નામ છે ન્યુઝીલેન્ડ. ન્યૂઝીલેન્ડ થોડા સમય પહેલાં કોરોના મુક્ત થયો હતો. પરંતુ હવે ત્યાં કોરોના ના સાત કેસ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. વડાપ્રધાને પોતે કમાન હાથમાં લીધી છે અને કોરોના ને કાબુમાં લેવા કોશિશ કરી રહ્યા છે. થોડા સમય અગાઉ ન્યૂઝીલેન્ડ બોર્ડર પર 23 કોરોના પોઝિટિવ લોકો મળ્યા હતા જેમાંથી અધિકાંશ ભારતીય હતા. ત્યાર બાદ ન્યુઝીલેન્ડે નક્કી કર્યું કે ભારતીયોને ન્યૂઝીલેન્ડમાં એન્ટ્રી આપવી નહીં.
આમ જ્યાં ભારત દેશમાં એક દિવસમાં સવા લાખ લોકોને કોરોના ની બીમારી થઈ રહી છે અને તંત્રના પેટનું પાણી નથી હલતું ત્યાં બીજી તરફ માત્ર ૭ કેસ મળતા હાહાકાર મચી ગયો છે
