Site icon

લો કરો વાત- આ દેશનો વિચિત્ર પ્રસ્તાવ- અહીં ગાય અને ઘેટાં ઓડકાર ખાય તો ખેડૂતોએ ભરવો પડશે ટેક્સ 

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

ઘણી માનવ પ્રવૃત્તિઓ(Human activities) પર્યાવરણને(environment) નુકસાન પહોંચાડે છે. દુનિયાના અલગ-અલગ દેશો તેમને રોકવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. હવે આ ક્રમમાં ન્યુઝીલેન્ડે(New Zealand) હવે એક મોટું પગલું ભર્યું છે. કૃષિમાંથી ગ્રીનહાઉસ ગેસ(Greenhouse gas) ઉત્સર્જનને પહોંચી વળવા દેશે અનોખો નિર્ણય લીધો છે. ન્યુઝીલેન્ડમાં એક એવો ડ્રાફ્ટ કાયદો લાવવામાં આવ્યો છે, જેના વિશે જાણીને તમે ચોંકી જશો.

ટચુકડા દેશ ન્યૂઝીલેન્ડે ગાય(Cow) અને ઘેટાંના(sheep) ઓડકાર(Burps) ઉપર ટેક્સ(Tax) લાદવાનો પ્રસ્તાવ મુક્યો છે. હજુ આ દરખાસ્ત જ છે પણ અમલી બને તો ગાય અને ઘેટાં જયારે ઓડકાર ખાશે ત્યારે તેના પાલકે આ દંડ ભરવો પડશે. પર્યાવરણ મંત્રાલયના(Ministry of Environment) જણાવ્યા અનુસાર, જો આ પ્રસ્તાવ અમલમાં આવશે, તો ન્યુઝીલેન્ડ વિશ્વનો પહેલો દેશ હશે જે ખેડૂતોને(Farmers) તેમના પ્રાણીઓના(Animals) ઓડકાર માટે ચાર્જ કરશે.   

આ સમાચાર પણ વાંચો :  સંભવિત મિનિ કોરોના લહેરને લઈને WHOની મુખ્ય વૈજ્ઞાનિકનું નિવેદન- અહી જાણો શું કહ્યું

એક મીડિયા રિપોર્ટ અનુસાર, લગભગ 50 લાખની વસતી ધરાવતા આ દેશમાં 1 કરોડ જેટલી ગાય છે અને 2.6 કરોડ જેટલા ઘેટાં. ડેરી(Dairy), પશુપાલન(Animal Husbandry) અને ઉન અહી એક મોટી આર્થિક પ્રવૃત્તિ(Economic activity) છે. દેશ મુખ્ય કૃષિ નિકાસકાર(agricultural exporter) છે. આવી દલીલ છે કે ન્યૂઝીલેન્ડ જેટલી માત્રમાં કુલ મિથેન ગેસનું(Methane gas) ઉત્પાદન કરે છે તેમાંથી 97 ટકા માત્ર ગાયના કારણે આવે છે. આ ગેસની માત્ર ઉપર અંકુશ મેળવવા માટે આ ટેક્સ લાદવાની દરખાસ્ત કરવામાં આવી છે.  

સરકાર અને ખેડૂત સમુદાયના પ્રતિનિધિઓ દ્વારા ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ પ્લાન મુજબ વર્ષ 2025થી ખેડૂતોએ તેમના ગાય અને ઘેટાં જયારે ઓડકાર ખાશે ત્યારે તેના પાલકે આ દંડ ભરવો પડશે. હવે જોવાનું એ રહેશે કે સરકારના આ નિર્ણય પર ત્યાંના ખેડૂતોની શું પ્રતિક્રિયા આવે છે?

Trump: ટ્રમ્પ-જિનપિંગની ઐતિહાસિક ડીલ! US એ ટેરિફ ઘટાડ્યો, બદલામાં ચીન ‘રેર અર્થ’ મેટલ આપશે અને સોયાબીન પણ ખરીદશે.
US Work Permit: યુએસએ ફરી આપ્યો આંચકો, પ્રવાસીઓના વર્ક પરમિટને લઈને કર્યો આવો ફેરફાર, ભારતીયો પર પણ થશે અસર
Trump Jinping visit: ટ્રમ્પની જિનપિંગ સાથે મુલાકાત: યુએસ-ચીનનો ગતિરોધ થશે ખતમ? ટેરિફ, ટ્રેડ ડીલ પર બનશે વાત? ટ્રમ્પે શું કહ્યું?
Donald Trump: મોદીની નીતિ સફળ: ‘હેકડી’ છોડીને ટ્રમ્પ નો યુ-ટર્ન, ભારત સાથે વેપાર સમજૂતી માટે અમેરિકા તૈયાર, PM મોદી માટે આપ્યું મોટું નિવેદન.
Exit mobile version