ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૭ એપ્રિલ 2021
શનિવાર
નીરવ મોદી ના પ્રત્યાર્પણ માટે તમામ કાર્યવાહી પતી ગઈ છે. ભારતીય ઓથોરિટીએ આ સંદર્ભે નોંધપાત્ર કાર્યવાહી કરી છે. ત્યારે હવે નીરવ મોદી પાસે માત્ર છેલ્લું અસ્ત્ર બચ્યું છે.
સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ નીરવ મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લન્ડન ની હાઇકોર્ટમાં અરજી કરી શકે છે. આ અરજી નીરવ મોદી ના બચવા માટે નો છેલ્લો અને અંતિમ માર્ગ રહેશે. ઉલ્લેખનીય છે કે મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા નીરવ મોદી ની તમામ અરજીઓનો નિકાલ કરી દેવાયો છે. આ પરિસ્થિતિમાં હાઇકોર્ટમાં તેની અરજી બહુ લાંબી ટકે તેમ નથી. તેમ છતાંય મોદી પોતાના બચાવ માટે આ છેલ્લું પગલું ભરશે.