ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 ફેબ્રુઆરી 2021
બ્રિટનની અદાલતે નીરવ મોદી સંદર્ભે પોતાનો ફેંસલો સુણાવી દીધો છે. પંજાબ નેશનલ બેંકમાં બે અબજ ડોલરની છેતરપિંડીના કેસમાં નીરવ મોદી ફરાર છે અને હાલ તેની બ્રિટનમાં ધરપકડ કરવામાં આવી છે. પોતાનો ચુકાદો સંભળાવતા કોર્ટે જણાવ્યું કે નીરવ મોદી ના પ્રત્યાર્પણ કાયદા સંદર્ભેની section 137 ની અપેક્ષાઓ પૂરી થઈ રહી છે. આ પરિસ્થિતિમાં નીરવ મોદી નું પ્રત્યાર્પણ થઈ શકે છે.
પોતાના બચાવમાં નીરવ મોદી એ સરકારી દબાણ, મિડિયા ટ્રાયલ અને અદાલતની કમજોર પરિસ્થિતિ નું બહાનું આગળ ધર્યું હતું. જોકે આ તમામ બહાનાઓને કોર્ટે ગ્રાહ્ય ધર્યા નહતા.
ઉલ્લેખનીય છે કે આજથી અગાઉ નિરવ મોદી ની બેલ ની અરજીને તમામ કોર્ટોએ રદ કરી છે.એક શક્યતા એવી દર્શાવવામાં આવી રહી છે કે નીરવ મોદી નીચલી અદાલતના આ ચુકાદાની વિરૂધ્ધમાં ઉચ્ચ અદાલતમાં અરજી કરી શકે છે.


Leave a Reply