Site icon

મોટા સમાચાર : નીરવ મોદી નું ભારતમાં પ્રત્યાર્પણ થશે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

25 ફેબ્રુઆરી 2021

બ્રિટનની અદાલતે નીરવ મોદી સંદર્ભે પોતાનો ફેંસલો સુણાવી દીધો છે. પંજાબ નેશનલ બેંકમાં બે અબજ ડોલરની છેતરપિંડીના કેસમાં નીરવ મોદી ફરાર છે અને હાલ તેની બ્રિટનમાં ધરપકડ કરવામાં આવી છે. પોતાનો ચુકાદો સંભળાવતા કોર્ટે જણાવ્યું કે નીરવ મોદી ના પ્રત્યાર્પણ કાયદા સંદર્ભેની section 137 ની અપેક્ષાઓ પૂરી થઈ રહી છે. આ પરિસ્થિતિમાં નીરવ મોદી નું પ્રત્યાર્પણ થઈ શકે છે.

પોતાના બચાવમાં નીરવ મોદી એ સરકારી દબાણ, મિડિયા ટ્રાયલ અને અદાલતની કમજોર પરિસ્થિતિ નું બહાનું આગળ ધર્યું હતું. જોકે આ તમામ બહાનાઓને કોર્ટે ગ્રાહ્ય ધર્યા નહતા. 

ઉલ્લેખનીય છે કે આજથી અગાઉ નિરવ મોદી ની બેલ ની અરજીને તમામ કોર્ટોએ રદ કરી છે.એક શક્યતા એવી દર્શાવવામાં આવી રહી છે કે નીરવ મોદી નીચલી અદાલતના આ ચુકાદાની વિરૂધ્ધમાં ઉચ્ચ અદાલતમાં અરજી કરી શકે છે.

Donald Trump on Russian Oil: રશિયન તેલ પરના પ્રતિબંધો હટાવશે અમેરિકા? ક્રૂડ ઓઈલના વધતા ભાવને રોકવા ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો સંકેત; વાંચો લેટેસ્ટ અપડેટ
PM Modi: ઈરાન-ઈઝરાયેલ જંગ વચ્ચે સૌથી મોટો દાવો! “માત્ર પીએમ મોદી જ કરાવી શકે છે યુદ્ધવિરામ”, જાણો કેમ પૂર્વ રાજદૂતે ભારતને ગણાવ્યું શાંતિનું દૂત
Trump and Putin Hold 1-Hour Call Over Iran War: ઈરાન યુદ્ધ રોકવા રશિયાએ આપ્યો ‘શાંતિ પ્લાન’, શું પશ્ચિમ એશિયામાં આવશે શાંતિ?
Israel-Iran War Update: ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર ઇરાનનો વળતો પ્રહાર, ૨૦ ગણા ભયાનક હુમલાની ધમકી વચ્ચે ઇરાને બતાવ્યા આકરા તેવર.
Exit mobile version